________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફેટો. નં. ૧૨૦ :--નેમનાથની ચોરીની એક દિવાલે ઉત્કૃષ્ટ કાળની અંદર એટલે ચોથા આરામાં ૧૭૦ તીર્થકરે-૫ ભરત, પાંચ એરવત એટલે ૧૦ અને પ૪૩૨=૧૬૦ વિજયમાં ૧૬૦ થઈને ૧૭૦ તિર્થંકરો હેય, તે આમાં દેખાય છે. આના ઉપરના ભાગમાં જમણી બાજુએ સમાવસરણ કરેલું છે. અને ડાબી બાજુએ ચૌદ રાજલક કોતરેલ છે.
ફેટા પાંચસે લઈએ તોએ મન ન ધારાય પણ સંજોગને આધિન રહેવું પડે.A
A ભારતની સ્થાપત્ય અને ચિત્રકળાને જોવા આવતા પરદેશી ટુરીસ્ટને, ભારતનાં તે તે સ્થાનેની સંપૂર્ણ માહીતિ આપવા, તે તે સ્થાનમાં નજીકમાં રહેનારા તેવા માહીતગારને ભારત સરકારે નીમ્યા છે. તેવી રીતે આ શત્રુંજય ગિરિરાજ પરના સ્થાપત્ય આદિને બતાવવા અને તેની સારી સમજણ આપીને સારી રીતે સમજાવવા અત્રે કાકુભાઈ નહાસિંગ ભ્રમભટ્ટને નીમેલા છે. જ્યારે જ્યારે પરદેશી ટુરીસ્ટ આવવાના હોય ત્યારે તેમને સમાચાર અગાઉથી આપવામાં આવે છે. આથી તેઓ તે સમયે હાજર રહે છે. અને પરદેશી ટુરીસ્ટ સાથે ઉપર જાય છે. અને ગિરિરાજ પરની સ્થાપત્ય કલા આદિની સંપૂર્ણ માહીતિ આપે છે. પરદેશના આવેલા ટુરીસ્ટ તે જાણીને સંતોષ પામે છે. હું તે એમ માનું કે આવા ઉચ્ચ સ્થાન પર આટલા મંદિરો, આટલી મૂર્તિઓ ને આટલી સ્થાપત્ય કલા જોઈને તેઓ ઊંડા વિચારમાં જ ઉતરી જતા હશે. હું ન ભુલતે હોઉં તે આખા ભારતમાં આટલા ઉંચા સ્થાને સવ દર્શનનાં મલીને આટલાં બધા મંદિરે આ રીતનાં એક જગો પર હશે કે કેમ તે એક પ્રશ્ન જ છે?
(126)