________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન 4. એક પુસ્તકમાં તે શ્રીમાન એમ લખે છે કે “શ્રીગિરિરાજ પરનું જુનું સ્થાપત્ય કેમ જાળવી રાખ્યું નહિ.” આ વાતને વિચારવા બેસીએ તે–જુના સ્થાપત્યનો નાશ થતો અટકાવવાનો પ્રયાસ (સાચવવાનો પ્રયાસ) બ્રીટીશ ગવર્નમેન્ટના સંપૂર્ણ સ્થિર થયા પછીનો છે. તે પૂર્વે તેને સંઘરી રાખવાની પ્રવૃત્તિ હતી જ નહિ. એટલે તે પ્રશ્નને અવકાશ જ નથી.
5. જુના સ્થાપત્યના સંગ્રહમાં વિચાર કરવા બેસીએ તો જ્યારે જ્યારે ગિરિરાજ પર તેડફેડ જીર્ણતા થઈ ત્યારે નવું કરવાનો અવસર આવ્યો. ત્યારે તે બધાને ક્યાં સંઘરવું ને ક્યાં રાખવું એ બહુ મોટો વિષમ વિષય આવ્યો હશે. એટલે નવું થતું ગયું ને તૂટેલું ફૂટેલું નીચે ડબાતું ગયું. જેમ વર્તમાનમાં ગોધરામાં હજાર ઘરો બળી ગયાં. જ્યારે તે નવાં મકાનો બંધાતાં ગયાં ત્યારે જુની પુરણી નીચે ડબાતી ગઈ ને ઉપર નવું બાંધકામ થયું. વળી ત્યાં બે મંદિરે બાંધતાં પાયે ખેદતાં નીચે ૧૫ ફૂટે બળેલ પાટલે નીકળ્યો. આથી એ વાત માનવી જ પડે કે જુનું ડબાતું જાય ને ઉપર નવું બંધાતું જાય. તેમ આ જિર્ણોદ્ધાર થયા અને જુનું તૂટેલું નીચે દબાતું ગયું.
6. વર્તમાનમાં ગિરિરાજ પર દરવાજા વગેરે નવા કરવા માટે જુનું બાંધકામ તેડતાં જાનું તૂટેલું ફૂટેલું કેટલું નીકળ્યું. તેમાં વસ્તુપાલ તેજપાલના શિલાલેખ નીકળ્યા. તે નવા દરવાજા બાંધતાં વાઘણપોળના દરવાજે અત્યારે લગાવેલા છે. તે બે શિલાલેખોને આ પુસ્તકમાં શિલાલેખ સંગ્રહમાં લીધા છે.
7. આચાર્યશ્રીધનેશ્વરસૂરીશ્વરજી મ.ના રચેલા શ્રી શત્રુંજયમાહાસ્યથી પૂર્વે રચેલો હાલમાં કેઈ આપણી નજરે પડતો ગ્રંથ નથી. તેઓ ગમે તે સદિના હોય પણ તેમના પૂર્વે રચેલો બીજે કઈ ગ્રન્થ હાલમાં દેખાતો નથી. તેમાં સત્તર ઉદ્ધારનો જે કમ બતાવ્યો છે, તે જ અત્યારે ગણીએ છીએ. તેમાં જોતાં સમરાશાનો ઉદ્ધાર પંદરમો અને કરમાશાનો ૧૦મો એમ ગણતરી ગણાય છે. સં. ૧૭૭૫માં શ્રીજિનહર્ષ પ્રણિત શ્રી શત્રુંજય તીર્થયાત્રામાં પણ તે જ પ્રમાણે ઉલ્લેખ આવે છે. સં. ૧૯૮૬માં સમયસુંદરસૂરિન રચેલે શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર રાસમાં પણ તે જ ક્રમ બતાવ્યા છે. વળી સં. ૧૬૨૮માં રચેલા શ્રી નયસુંદરના શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસમાં પણ તેમજ લખાણ છે.
8. સં. ૧૮૮૪ પંડિત વીરવિજયજી કૃત નવ્વાણું પ્રકારી પૂજામાં પણ આ જ સમર્થન કરેલું છે. તેવી રીતે સં. ૧૮૫૧માં શ્રી પદ્ધવિજયજી કૃત નવ્વાણું અભિષેક પૂજામાં પણ તેમજ જણાવે છે. શ્રીજિનવિજયજી સંપાદિત પંડિત વિવેકથીરગણિના સંવત ૧૫૮૭ વૈ. વ. ૭ના રચેલા શ્રી શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધમાં શરૂઆતના ત્રીજા ચેથા પદ્મમાં પણ તે જ વાતને અતિદેશ કર્યો છે.
(128)