________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય
કલ્યાણ કરનાર છે. અત્રે દાનાદિ વગર પણ, ગિરિરાજના સ્પર્શથી અવિનાશી સુખ મળે છે. મુક્તિપી સ્ત્રી વરવા માટે વેદિકારુપ છે. આ આ શાશ્વતગિરિ કલ્યાણ કરનાર છે. (શ. મા. પૃ. ૧૩)
આગળ ચાલતાં જણાવે છે કે – ચંદ્રપુરમાં કંડ નામને રાજા રાજ્ય કરતો હતે. તે પાપીઓ મધ્યે અગ્રેસર હતા. મદિરામાં આસક્ત રહેતો હતો. દેવ, ગુરુ, માતા, પીતાદિ કેઈને પણુ ગણતું ન હતું. રાત્રે પરસ્ત્રી, પારકા ધનને લેવાને જ વિચાર કરનારે હતે. સવારે, રાત્રે વિચારેલું બધું કરતો હતો. તે યમરાજાના પાશ જેવો હતો. તેને ક્ષય રોગ ઉત્પન્ન થયો. આથી તેની દયાથી તેની ગોત્ર દેવી અંબિકાએ તેને બંધ કરવા નીચેના અર્થ વાળે એક લેક કલ્પવૃક્ષના પાન પર લખીને આકાશમાંથી નાંખ્યા :
ધર્મ વડે ઐશ્વર્ય સંપાદન કર્યા છતાં જે મનુષ્ય ધર્મને જ નાશ કરે છે. તે સ્વામિદ્રોહ કરનાર પાતકનું ભવિષ્યમાં શી રીતે ભલું થાય.”
આ લેક વાંચી વિચારે છે કે–અજ્ઞાની માયામાં લપટાએલા પાપી એવા મારા પાપ કર્મથી જ મને ક્ષયરોગ લાગુ પડે છે. આથી તે કંડુરાજા મરવાને માટે રાત્રે એકાકી (એકલો) નિકળી પડે. આગળ જતાં રસ્તામાં એક ગાય તેની સામે દોડી શીંગડા મારવા લાગી. કંડુરાજાએ તરવારથી તેનાં બે ટુકડા કરી નાંખ્યા. એટલે તેમાંથી હથિયાર વાળી એક
સ્ત્રી ઉત્પન્ન થઈ. તેણે કહ્યું તું પશુ-ગાયને હથિયાર વગરનાને નાશ કરે છે, તે આવીજા યુદ્ધ કરવા. રાજા કહે “હું ક્ષત્રિય છું.” બન્નેનું યુદ્ધ ચાલ્યું, હથિયારથી વિંધાએલો ને રુધિર ગળતે પિતાને દેહ જોયે, ત્યારે તે સ્ત્રીએ કહ્યું – કયાં ગયું તારું ઐશ્વર્ય ? રાજા વિચારે કે બળવાન કહેવાતો એ હું સ્ત્રીથી પરાભવ પામે ! તે સ્ત્રીએ તીરસ્કાર્યો. આથી રાજાનું અંતર કાંઈક કુણું થતાં, તે બેલી – હું તારી ગોત્ર દેવી છું. બીજે ભટકે છે તે ગિરિરાજનાં દર્શન કર. તારે જ્યારે ધર્મ સાધવાનો સમય થશે ત્યારે તને કહીશ.
હવે રાજાને કોધાગ્નિ શાંત થયો. ફરતો ફરતો કઈ પર્વતે આવ્યો. ત્યાં પૂર્વને શત્રુ યક્ષ આવ્યું. પૂર્વના વૈરથી તેને ઉપાડી આકાશમાં લઈ ગયે. ભમા, પછાડૂ વગેરે કર્થના કરીને ગુફામાં મુ. પર્વતના જલથી અને મીઠા પવનથી ચેતના આવી. મને પાપનું ફળ મલ્યું. એમ વિચારી તીર્થ તરફ ચાલ્યું. દેવી પિતાના વચન પ્રમાણે આવીને કહેવા લાગી કે તને પ્રતિબંધ કરવા મહેંજ તે લેક નાખ્યું હતું. હવે તું શત્રુંજય ગિરિરાજ પર જા. તેણે ગિરિરાજને મહિમા વર્ણવી બતાવ્યું. તેને શ્રવણ કરી ગિરિરાજ તરફ ચાલ્યો અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજના દર્શન ન થાય ત્યાં સુધી આહાર (ખેરાક) લેવો નહિ. રસ્તામાં સાત
(૧૩)