________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
દિવસ વ્યતિત થયા. ગિરિરાજ નજદીક આવ્યો. મુનિરાજને જોઈને ત્યાં ગયે, નમસ્કાર કર્યા. ગુરુ મહારાજે જણાવ્યું કે ગિરિરાજ પર જાય છે તે ચારિત્ર અંગીકાર કર. કંડુ રાજાએ ચારિત્ર લીધું, શત્રુંજય તરફ ચાલે અને ગિરિરાજ પર શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. અને મન સ્થિર કરી તપ કરે છે. કર્મ હણાયાં, કેવળ જ્ઞાન પામ્યા. અને થોડા વખતમાં ગિરિરાજ પર મોક્ષે જશે. એમ ઈન્દ્ર મહારાજે બીજા દેવતાઓને કહ્યું કે મેં શ્રીસિમંધર
સ્વામિ પાસે ગિરિરાજની આરાધનાથી કંડુરાજા ગિરિરાજ પર મોક્ષે જશે તેમ સાંભળેલું તે તેમને કહ્યું. કંડુરાજા ગિરિરાજ પર મેક્ષે ગયા. (શ.મા.પુ.૧૬)
- હવે દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામિનું સમવસરણ શ્રી શત્રુંજય ગિરિરાજ પર રચ્યું. પ્રભુ પધાર્યા. સમવસરણમાં બીરાજ્યા. ત્યાં યાદવકુળમાં જન્મેલે, ગિરિદુર્ગને રાજા, ગાધિ રાજાને પુત્ર, રિપુમલ્લરાજા સમવસરણમાં આવીને બેઠે. સૌધર્મેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી. પછી પ્રભુએ ઉપદેશની શરુઆત કરી. (શ.મા. પૃ. ૨૪) ઉપદેશ સાંભળીને ઈન્દ્રહર્ષિત થયા. તે કેવા હર્ષિત થયા તે જણાવે છે.
ઈન્દ્રના પ્રશ્નો, પ્રભુની દેશના ચંદ્ર જેવી શીતલતાને અનુભવતા શ્રીગિરિરાજને, શ્રીયુગાદીશ પ્રભુને, અખંડ દુધ ઝરતા રાયણ વૃક્ષને, તેની નીચે રહેલ યુગદીશ પ્રભુની પાદુકા નીરખી હરખી. નદીઓ, સરોવર કુંડે, પર્વતે, વૃક્ષો, અર, નગર, શત્રુંજયના ઉચ્ચ (ઉંચા) શીખરો નીરખી હરખી. શરીરમાં રુવાંડા ખડાં થયાં હોય તેવા થયા ને પ્રભુને કહેવા લાગ્યા કે–આ૫ તીર્થ જ છે, પણ આ પવિત્ર તીર્થ અને તેની પર રહેલ પ્રતિમા વગેરે અદ્ભુત છે. તેના મહિમાને સાંભળો છે. આથી ઈન્દ્ર ઘણું પ્રશ્ન કર્યો અને બધાએ પ્રશ્નના ઉત્તરો વિસ્તારથી ભગવાને આપ્યા. તેને જણાવનાર શ્રી શત્રુંજય માહાસ્ય ગ્રન્થ રચાય. પણ અત્ર એટલે બધે વિસ્તાર અપાય તેમ નથી એટલે યત્કિંચિત્ આપીશું. (શ. મા. પૃ. ૨૭)
શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રને કહ્યું કે–તીર્થના નાયક શ્રીસિદ્ધાચલને મહીમા કહેનાર અને સાંભળનાર બન્નેને લાભ દાયક છે. જંબૂવૃક્ષ ઉપરથી નામ પડેલા જંબુદ્વીપમાં મધ્યમાં મેરુ પર્વત નાભિ સ્થાને આવેલ છે. તે જંબુદ્વીપમાં દક્ષિણે છેલ્લું ભરતક્ષેત્ર આવેલું છે. જેમાં શ્રી શત્રુંજય ગિરિથી પ્રધાન બનેલે સૌરાષ્ટ્ર દેશ આવેલ છે. તેનું નામ સેરઠ દેશ છે. તેના સઘળા સરેવર, તલાવ, કુંડ, કુવા, વાવ વગેરેનું પાણી પવિત્ર છે. ત્યાં મન, વચન, કાયાથી થયેલાં પાપને નાશ કરનાર આ તીર્થ છે, નિર્મળ પાણીને વહન કરનારી નદીઓ વહે છે. ટાઢાં ઊના જળપૂર્ણ કુંડ પણ છે. ગિરિઓમાં પ્રભાવવાળી ઔષધિઓ છે. તીર્થ સ્થાન જેટલું
(૧૪)