________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પેઢીનું બંધારણ પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં દેશભરના સંઘના પ્રતિનિધિઓને નિમંત્રણ આપીને, અમદાવાદમાં નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈને અધ્યક્ષપદે ઘડવામાં આવ્યું હતું. એમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને એમના વારસોએ બજાવેલી શ્રીસંઘની તથા શ્રી શત્રુંજય તીર્થની સેવા પ્રત્યે શ્રીસંઘની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા માટે, પેઢીનું પ્રમુખપદ એમના વારસ જશેભાવે એવું નકકી કરવામાં આવ્યું હતું. પેઢીના પ્રમુખ શ્રીજૈન શ્વેતાંબર મતિપૂજક સંઘ સમસ્તના પ્રમુખ ગણાય છે, તેથી આ પદ વિશેષ ગૌરવભર્યું લેખાય છે. આ બંધારણમાં ૩૨ વર્ષ બાદ, સને ૧૯૧૨માં નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈના પ્રમુખપદે, કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા, પણ એ વખતે પણ પેઢીનું એટલે કે સકળ શ્રીસંઘનું પ્રમુખપદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજને આપવાની આ કલમ ચાલુ રાખવામાં આવી હતી.
પેઢીના બંધારણમાં છેલ્લે છેલ્લે સને ૧૯૯૯ની સાલમાં ફેરફાર કરીને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપણું નીચે, નિયમાવલી ઘડવામાં આવી ત્યારે, પ્રમુખપદ અંગેની કલમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર પ્રમાણે હવે પેઢીનું પ્રમુખપદ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજના બદલે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ નક્કી કરે એમને આપવાનું ઠરાવવામાં આવ્યું છે, અને પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓમાંના એક શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ હોય એ હક એમને આપવામાં આવ્યું છે. આ ફેરફારમાં પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવાર્ય કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના સંચાલક મહાનુભાવની સમયજ્ઞતા તથા દૂરંદેશીનું પ્રતિબિંબ પડે છે, એ કહેવાની જરૂર નથી.
શ્રીસમેતશિખરજી શેઠ આ. ક. ના વહીવટને પ્રસંગ લીધે છે. આથી શ્રી સમેતશિખરજીની કેઈએ સંપૂર્ણ વિગત કશામાં આપી નથી તે આપવાની આવશ્યકતા માની અત્રે સત્યસ્વરુપે આપીએ છીએ.
શ્રીસમેતશિખરજીના પહાડ પર વિ. સં. ૧૯૬૪ માં ગવર્નમેન્ટ બંગલા બાંધવાની હતી. આ વખતે પરમ તારક ગુરુદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન હતા અને વ્યાખ્યાનમાં સુદર્શન શેઠનું ચરિત્ર ચાલતું હતું.
એક બાજુએ ગવર્નમેન્ટ શ્રીમાન તિલકને ગિરફતાર કર્યા હતા.
આથી ત્રણ વાત ભેગી થઈ (૧) સુદર્શન શેઠને રાજાએ શૂલીએ ચઢાવવાને અન્યાયી હુકમ કર્યો (૨) ગવર્નમેન્ટ શ્રીમાન લેકમાન્ય તિલકને ગિરફતાર કર્યા અને (૩) શ્રીસમેતશિખરજી પર બંગલા બાંધવા. આ ત્રણ વાતને ભેગી કરીને ગુરૂદેવશ્રીએ વ્યાખ્યાનમાં પડકાર શરૂ કર્યો. *આ લખાણ લેખકનું છે.
(૧૬)