________________
શે. આ. ક. ની પેઢીના વહીવટ
શ્રીસ`ઘની પેઢીનુ' નામ આણુ દજી કલ્યાણજી રાખવામાં આવ્યુ હશે; અને બીજી વાત એ કે, આગળ જતાં, શ્રીશત્રુંજય તીના કારભાર પણ આ પેઢીના નામથી ચાલુ કરવામાં આવ્યેા હશે. આપણા શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ કેટલું બધું લેાકપ્રિય બન્યું છે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ગુજરાત, સૌરાષ્ટ્રના એવાં પણ કેટલાંક શહેર છે કે—જ્યાંના શ્રીસંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું છે; છતાં એ અમદાવાદ પાલીતાણાની આજ નામની પેઢી સાથે સંકળાયેલ નથી. પેઢીનું આ નામ કઈ વ્યક્તિ-વિશેષના નામ ઉપરથી નહી પણ • આણંદ ’ અને કલ્યાણ ' જેવા એ મંગલસૂચક શબ્દોના જોડાણુથી પાડવામાં આવ્યું હશે, તે સુવિદ્વિત છે. શ્રીસંઘનું નામ અને કામ તે હંમેશાં આનંદ અને કલ્યાણને જ કરનારું હોય, એવા એના ભાવ છે.
પાલીતાણાના ચેાપડામાં મળતાં ઉપયુ ક્ત ઉલ્લેખ ઉપરથી બીજી વાત એ જાણવા મળે છે કે, આ પેઢી વિ. સ. ૧૭૮૭ પહેલાં ગમે ત્યારે સ્થપાયેલી હાવી જોઇએ; એટલે એ આશરે અઢીસે વર્ષ જેટલી જૂની તેા છે જ, એને કદાચ એનાથી પણ કેટલીક વધુ પ્રાચીન માની શકાય. આ રીતે અઢીસેા વર્ષ જેટલી જૂની પેઢીની કાર્ય શિકૃતને સમયને ઘસારા ન લાગે અને ઊલટું, સમયના વહેવા સાથે, એ વધુ કાર્યક્ષમ બનતી રહે અને પેાતાના કાર્યક્ષેત્રને પણ ઉત્તરાતર વિકાસ કરતી રહે, એ ખીના એ વાતને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે, એના પાયામાં શ્રીસ'ધની ભાવનાનાં અને સંચાલકોની કર્તવ્ય નિષ્ઠાનાં કેવાં ખમીરદાર ખાતર પાણી સિંચાતાં રહ્યાં છે!
અમદાવાદ શ્રીસંઘની કામગિર
એક રીતે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે, અમદાવાદના શ્રીસ ંઘે શ્રીશત્રુંજય તીના વહીવટ સંભાળી લીધા પછી એ બાબતમાં એને પીછેહઠ કરવાના કયારે ય અવસર આબ્યા નથી. આજે પણ આ તીના વહીવટ અમદાવાદના શ્રીસંઘના મેાવડીએ જ સંભાળે છે. કારણ કે આશરે એકાદ સૈકા પહેલાં ( સને ૧૮૮૦ની સાલમાં ) પેઢીનું પહેલુ` બંધારણ ઘડાયું. ત્યારથી તે છેક આજ સુધી, બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, પેઢીના બધા વહીવટી કારાબાર, અમદાવાદના શ્રીસંઘમાંથી પસંદ કરવામાં આવેલ, નવ વહીવટદાર ટ્રસ્ટીએ જ ચલાવે છે, તેમ પેઢીના સંચાલન માટેની અમદાવાદના મેવડીએની સતત ચિંતા અને અખડિત કાગિરિ અમદાવાદના શ્રીસંઘને માટે પણ ગૌરવરૂપ બની રહે એવી છે.
(૧૧૫)