SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફરી પાછો પાટણ સંઘને, તથા ત્રણ શહેરનો વહીવટ ત્યાર પછી વળી પાછી ગુજરાતની રાજધાની ધોળકાના બદલે પાટણમાં ફેરવાઈ, એટલે સ્વાભાવિક રીતે જ, આ તીર્થને વહીવટ પણ પાટણના સંઘના હાથમાં ગયા. પણ આવી સ્થિતિ શ્રેષ્ઠી સમરાશા ઓસવાળે વિ.સં. ૧૩૭૧માં કરાવેલ શ્રી શત્રુંજય તીર્થના પંદરમાં ઉદ્ધાર પછી થોડાક દાયકાઓ સુધી જ ચાલુ રહી હતી, અને ત્યાર પછીના અરાજક્તાના સમયમાં, પાટનગર પાટણની અને એના જૈન સંઘની સ્થિતિ ડામા-ડોળ અને નબળી થઈ ત્યારે, આચાર્ય શ્રીવિજયરાજસૂરિજીની સલાહ પ્રમાણે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી પાટણ, ખંભાત અને રાધનપુરના સંઘના મવડીઓએ સંયુક્તપણે સ્વીકારી હતી. અમદાવાદના શ્રીસંઘનો વહીવટ આવી સ્થિતિ કેટલાં વર્ષ ચાલુ રહી, એની ચક્કસ વિગતે મળતી નથી, પણ એટલું લાગે છે કે, શ્રેષ્ઠી કમાશાએ શ્રી શત્રુંજય તીર્થને સેળભે જીર્ણોદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કરાવ્યો, તે પછી કેટલાક દાયકા બાદ, આ તીર્થને વહીવટ, તે વખતના ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરના હાથમાં આવી ગયો હવે જોઈએ. તેવખતના કેવળ અમદાવાદના જૈન સંઘના જ નહિ પણ સમસ્ત જૈનસંઘના એક, બાહોશ, વગદાર, ધર્મનિષ્ઠ, પ્રભાવશાળી અને સમર્થ મોવડી નગરશેઠ કોષ્ઠીવર્ય શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે આ તીર્થને વહીવટ સુવ્યવસ્થિત થયાની વાતની સાક્ષી છે. એમણે અમદાવાદના એસવાળ વંશના બે ભાઈઓ શ્રેષ્ઠી રતન અને શ્રેષ્ઠી સૂરાને સાથે રાખીને, વિ.સં. ૧૭૦૭ની સાલમાં, પાલીતણના દરબાર ગહેલ કાંધાજી સાથે જૈન સંઘવતી, શ્રી શત્રુંજય મહાતીર્થ અને એના યાત્રિકના રખેપાને સૌથી પહેલ કરાર કર્યો હતો, એ બીના પણ સાક્ષી પૂરે છે. પેઢીની પ્રાચીનતા આ પછી આ તીર્થને વહીવટ ઉત્તરેતર અમદાવાદના શ્રીસંઘના હાથમાં સ્થિર અને વ્યવસ્થિત થતે ગયે અને સમય જતાં, એ વહીવટ, ભારતભરના સમસ્ત શ્રીસંઘવતી, અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થવા લાગ્યો. સમસ્ત જૈન Aવેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પેઢીનું નામકરણ કોણે, કયારે અને કુક્યાં કર્યું હશે, એની આધારભૂત માહિતી તે ઉપલબ્ધ થતી નથી, પણ શ્રી શત્રુંજય તીર્થના વિ. સં. ૧૭૮૭ની સાલના એક ચેપડામાં “શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગરના નામનું ખાતું મળે છે, તેથી બે વાત જાણી શકાય છે. પહેલી વાત એ કે શરૂઆતમાં અમદાવાદના (૨૧૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy