________________
જાણવા જેવું નવુ' નું
વમાનમાં હાથી પાળની જે નીચાઈ છે તેના કરતાં પણ પૂવે વધારે નીચાણુ હશે. નવું નહાવાનું ધાબુ બન્યુ, તેની પહેલાંનુ જે જાતુ નહાવાનુ ધાબું હતું તે કેટલું નીચું હતુ, તે તા સૌનુ જોયેલુ છે. પરંતુ મુસ્લિમ કાળમાં અને બીજા બીજા સંજોગામાં તૂટફૂટ થઈ અને જેમ જેમ નવું કરવું પડ્યું. તેમ તેમ જાનુ પડેલુ ખાતું રહ્યુ, અને ઉપર નવું થતું ગયું. એના પુરાવા એ છે કે–નવા દરવાજાઓ કરતાં જે ખેાદકામ થયાં, તેમાંથી વસ્તુપાલ તેજપાલના લેખ મળી આવ્યા. એટલે જીનુ તૂટેલું દખાતું જતું હતું.
આ રીતે દાદાના મંદિરે આવીએ તેા દાદાનું મંદિર પૂર્વકાળમાં જમીન તળથી કેટલું ઊંચું હશે તે એક કલ્પના કરવા બેસવું પડે. કારણ કે આવા મોટા પ્રાસાદની પીઠિકા ( તળીયાના એટલેા ) કેટલા ઊંચા હાય અને તેની પછી કણપીઠ આવે અને પછી ખીજા બધા ઘાટો શરૂ થાય. પણ તૂટફૂટ જેમ જેમ થતી ગઇ તેમ તેમ રક્ષણ અને બચાવ ઊભા કરવા પડ્યા, તેથી ખીજું બધુ દુખાતું ગયું..
વમાનમાં બધી કારીગરી ખુલ્લી કરવાને માટે પ્રયત્ન કર્યાં અને આગળ પાછળ ચૂના, ડુંગા, દેરીએ બધુ કાઢી નાખ્યું અને કારીગરી ખુલ્લી કરી. તે ખુલ્લું કરતાં ઊડાઈ દેખાડવાને માટે દાદાના દેરાને કણપીઠ કેટલા ઊંડો છે તે દેખાડનારા એક ભાગ ખુલ્લા કર્યાં છે.*
બીજા અનેક દેરાં રતનપાળની અંદર બનતાં ગયાં અને આગળ પાછળ પુરાતું ગયું. વ માનમાં જૂની કારીગરી સારા સારા દેરાઓની ખુલ્લી કરી છે. અને તેની ઉપર અમુક જાતના પ્રવાહી સાલ્યુસને રક્ષણ માટે લગાડાવ્યાં છે.
મૂલ મદિર
આગળ જણાવી ગયા છીએ કે કુંતાસારના ખાડા હતા અને પુરાબ્યા તે પછી મેાતીશા અને માલાભાઇની ટુંકા થઈ તેજ ગાળામાં ઉપર પણું નદીશ્વર દ્વીપ વગેરેનાં દેરાં થયાં.
ડુંગા, ચૂના અને દેરીઓ ખરેખર રક્ષણના માટે જ થયાં હતાં, કારણ માહડશાહના ઉલ્હારનુ છે એમ મનાય છે.
જૂના દેરામાં ચૌમુખજી, સંપ્રતિ મહારાજનું દેરાસર, છીપાવસઈ, અજિતશાંતિનાથની દેરી અદબદજી વગેરે છે.
*જ્યારે દાદાના દેરાસરની આજુબાજુનું ખાદકામ કર્યું. ત્યારે લેખકે સુચના કરી હતી, તેથી સં. ૨૦૨૧ માં શ. આ. ક. ના બે ટ્રસ્ટીઓ અને મીસ્ત્રી કપડવંજ આવ્યા હતા અને તે વાત સમજાવી, ત્યાર પછી તે નિય માટે ખાદાવીને કણપીઠના ખુણા ખુલ્લા કર્યો.
(૨૧૧)