________________
શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન
પૂર્વકાળમાં એટલે લાંબા ભૂતકાળમાં આ જૂના દરવાજા પહેલાં એ બધે ભાગ નીચે હશે, તેને પુરાવે એ કે “સગાળપોળની અંદર આવેલી પુંજારીઓને રહેવાની ઓરડીની જગા પરથી સમજી શકાય.
વાઘણપોળમાં આવીએ ત્યાં રસ્તો કર્યો હતો? અને અત્યારે રસ્તે કર્યો છે?— પૂર્વકાળમાં રસ્તે ચકેશ્વરી માતાની દેરી પાસેથી નેમિનાથની ચેરીની ટુકને જે અત્યારે પાછલે દરવાજો છે ત્યાંથી કુમારપાળના દેરે જવાય તે રસ્તે હતું, કારણ કે ચકેશ્વરી માતાના દેરી જેટલી ઊંડી છે તેટલી જ ઊંડાઈએ ચેરીના દેરાસરનું પાછલું બારણું છે અને પાછલે બારણે જઈને જોઈએ તો એમ માનવું પડે કે અહીંયાંથી પૂર્વે રસ્તો હોવો જોઈએ. તે વખતે ચેરીનું દેરાસર અને કુમારપાળનું દેરાસર બે જ દેરાસર વાઘણપોળ અને હાથીપોળ વચ્ચે હતાં. ચોરીવાળા દેરાસરની સામી બાજુમાં જોઈએ તે ઊંચે ભાગ છે અને દેરાની પાછલી બાજુમાં નીચે ભાગ છે.
પણ પ્રસંગ એ આવ્યું હશે કે ધીરે ધીરે પુણ્યવાન પુરુષે મંદિર બંધાવવા તૈયાર થયા એટલે વિચારકે એ વિચાર કરીને રસ્તે ફેરવ્યું. આથી ચકેશ્વરીની સામે કવડ યક્ષ હોય, તેને ફેરવીને નવા રસ્તા ઉપર લાવ્યા. અને તે સ્થાનમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર થયું. પ્રથાની અપેક્ષાએ વિચારીએ તે જક્ષ જક્ષણી સામસામાં હોય અથવા દ્વારની બે બાજુએ હોય.
વળી નેમનાથની ચોરીના મંદિરને વિચારવા બેસીએ તે વર્તમાનમાં જે આગળ દ્વાર છે તે નાનું છે અને પાછળ જે દ્વાર છે તે શિલ્પની કળા પ્રમાણેનું મોટું છે. વળી તે દ્વારની આજુબાજુએ જક્ષ જક્ષણી બે ગોખલામાં છે. એ દ્વારે નીકળીએ ને ત્યાં જોઈએ તે તે જૂનું પથ્થરનું શિલ્પ કેવું હતું અને કેટલું પુરાણું હતું, તે આપણા મગજમાં બેસે. વળી દેરાસરની પાછળ જૂને રસ્તે હવે તેમ માનવાને બીજું પણ એક સબળ કારણ છે. તે વખતના વિચારકેએ અને શિલ્પીઓએ ઊંડો અભ્યાસ કરીને તે રસ્તાને કેવી રીતે ઉપયોગ કરે તે વિચાર્યું, એટલે પાછલી બાજુએ ભગવંતને પ્રક્ષાલન કરવા માટે પાણી ભરવા મેટાં ટાંકાઓ બનાવ્યાં. એની ઊંડાઈ કેટલી હશે તે જોવું હોય તે મેક્ષની બારી ગણાતા દેરાની પાછળ અંદર ઊતરીએ તે આપણે જોઈ શકીએ. જેમાં અત્યારે ચૂને વગેરે સામાન ભરાય છે. આથી નવો રસ્ત બનાવ્યું છે એમ માનવું જ પડે.
આ બે દેરાં છોડીને બાકીના બધાય દેરાં ૧૭મી સદીથી શરુ થર્યા છે, એમ તે ચેમ્બુ પુરવાર જ છે. આથી નવા રસ્તાની બન્ને બાજુએ દેરાસરો આવ્યાં છે.
(૧૦)