________________
પ્રકરણ–૧૯ સુ -: જાણવા જેવુ' નવું બ્રૂનુ :
પૂર્વ કાળની અંદર ગિરિરાજ ઉપર જવાને માટે જે રસ્તાઓ હતા તે બધા રસ્તાઓ નહીં ઘડેલા એવા પાષાણા વડે કરતા હતા. તેવી રીતે વમાનમાં પણ તેવા જ રસ્તા હતા. પરંતુ દરબારને બાર મહિને ૬૦,૦૦૦ રૂપિયા રખાપાના આપવાનું વાઈસરાય દ્વારા નક્કી થયુ હતુ, તેથી તે આપવાને માટે આગમાદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે ૧૧ લાખની ટીપ કરાવી હતી, કે જેના વ્યાજમાંથી તે પૈસા આપી શકાય. પણ હિંદુસ્તાન પ્રજાસત્તાક થતાં, દેશી રાજ્યાનું વિલિનીકરણ થયું. ત્યારબાદ શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ એ સારા પ્રયત્નપૂર્વક એ ૬૦,૦૦૦ રૂપિયા ભારત સરકાર પાસે માફ કરાવ્યા. આથી આ રકમ ગિરિરાજના પગથિયાં મધવામાં ખર્ચાઈ. એટલે જયતલાટીથી રામપેાળ સુધી અને ઘેટીની પાયગાથી ઘેટીની ખારી સુધી ઘડેલા પાષાણુનાં પગથિયાં થયાં અને રસ્તાના સુધારા કર્યાં.
રામપેાળે આવીએ ત્યારે વિ.સં. ૧૮૯૦ પહેલાં કેટની અંદર કુંતાસારની મેાટી ખીણુ હતી. તે વખતના લેખકે લખે છે કે ખાઇમાં જોઈએ તેા ચક્કર આવી જાય. વમાનમાં રામપેાળની બહાર આપણે જોઈએ તે આપણને માટી ખાઈ દેખાય છે. તે વખતે રામપાળથી કુંતાસારના ખાડાના માથા ઉપર થઈ ને અદબદજીની નજીકમાં થઈ ને સગાળપાળે અવાતું હતું. મેાતીશા શેઠે આ ખાઈ પૂરીને ટુંક ખંધાવી અને બાલાભાઈ શેઠે પણ તેમની પાછળ ટુંક ખંધાવી એટલે હવે રામપેાળથી મેાતીશાની ટુક આગળ થઈને સગાળયાળે જવાય છે.
આગળ જણાવી ગયા છીએ કે રામપાળ વગેરેના બધાય દરવાજા હાલમાં નવા
થયા છે.
શ. ૨૭
(૨૦૯)