________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
સદા સેમની ટુંક (ખડતરવસી) આજે જે સદા સેમનું દેરાસર છે. તે દેરાસર ત્રણ ટુકડે થયેલું છે, એટલે ત્રણ વખત થઈને પૂરું થયેલું છે. પહેલું મુખ્ય મંદિર ચાર ચેકીયાળાવાલું, પછી રંગમંડપ અને પછી દેરીઓ થઈ છે. શિલ્પકારો આ બધું પોતાની બુદ્ધિથી વિચારે તે સમજી શકાય તેમ છે.
સવા મજીની ટૂંક – મારી કલ્પના એ છે કે સવા સોમજીની ટુંક આવતાં પહેલાં સ પ્રતિમહારાજના મંદિર આગળથી ચઢાવ શરૂ થાય છે, બીજી બાજુ છીપાવસહી તરફ ઢળાણ આવે છે, ત્રીજી બાજુ પાંડેનું દહેરુ પાંચસાત પગથી ઉંચુ છે, ને સહકુટનું દહેરાસર ત્રણ પગથી નીચું છે. આ બધાની વચમાં આ આખી સવાસોમજીની ટુંક આવે છે. આથી પ્રશ્ન એ ઉભે થયે કે આટલી સપાટ જગ્યા છોડીને ખુણે ખાંચરે દહેરાઓ કેમ બાંધ્યાં હશે? આનું સમાધાન એ છે કે-તે ત્રણ દિશાના દહેરાં બાંધ્યાં ત્યારે આ શિખર જે ઉંચા ભાગવાલી ટેકરી હશે! પણ જ્યારે આ ટુંક બાંધવાને વિચાર કર્યો ત્યારે તે શિખર જે ટેકરીને ભાગ તેડીને સપાટ જગ્યા બનાવી, અને ત્યાં આ સવાસમની ટુંક બાંધી. જે તેવું ન હત તે એક પ્રશ્ન લઈએ કે છીપાવસહી જેવી ટુંક ખુણુ જેવા ભાગમાં કેમ બનાવી (છીપાવસહી સવાસેમ કરતાં જુની છે.) કળા કારીગરી વાળું પાંડવેનું દહેરુ એ જગા પર કેમ! આવા બધા કારણેથી એમ માનવું જ પડે કે-આ ટુંક શિખર જે ગિરિરાજને ભાગ તેડીને સર કરીને બનાવી છે. જેમ મેતીશાએ કુતાસારને ખાડો પુરીને ટુંક કરી તેમ અહિ આ શિખર જે ડુંગરને ભાગ તેડીને સરખી જગ્યા કરીને આ ટુંક કરી છે. એવું મારું માનવું છે. સ્થાપત્યના અભ્યાસીએ વિચારશે તે આ વાત યુક્તિ સંગત લાગશે.
નજીકના ભૂતકાળમાં લલિત સરેવર વગેરે હતાં તે પણ અત્યારે દેખાતાં નથી. જૂના પગથિયાં અને નવાં પગથિયાં, ૨૦ વર્ષ પૂર્વે જેમણે યાત્રા કરી હશે તેમને ખબર હશે કે પહેલાં પગથિયાં કેવાં હતાં અને આજે કેવાં છે.
આવા અનેક નવા જૂના ફેરફારો થતા ગયા. જેમ શેત્રુંજીને બંધ થતાં બાર ગાઉની પ્રદક્ષિણા બંધ થઈ. એટલે ત્રણ પ્રદક્ષિણામાં બે પ્રદક્ષિણે રહી.
(૧૨)