________________
આ ગિરિરાજનાં મોટાં પર્વો
નથી. પ્રભુ વિચરતા ત્યાં પધારે છે. શ્રેયાંસકુમાર પ્રભુને જુવે છે, ને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. જાતિસ્મરણમાં પૂર્વભવને પ્રભુ સાથે સંબંધ પિતાને જણાય છે. સાધુપણું યાદ આવે છે. સાધુને શું કલ્પે તે સમજાય છે. તે વખતે ત્યાં ખેડૂત આવીને તેમને ઈયુરસ ભેટ આપે છે. એટલે તે રસ પ્રભુને પહેરાવે છે. પ્રભુને વર્ષીતપનું પારણું થાય છે. એટલે દાનધર્મ અહીંથી પ્રવર્તે છે. પ્રથમ ભિક્ષુ ભગવાન. પ્રથમ દાન ધર્મ આદિના પ્રવર્તક શ્રેયાંસકુમાર અને પ્રથમ દાન ઈશ્નરસ. તે વાતને ઉદ્દેશીને ભાવિકે એકાંતરે ઉપવાસ કરે અને બીજે દિવસે આહાર લે એમ કરી વર્ષ સુધી તપ કરે છે, તેને વર્ષીતપ કહે છે. ગિરિરાજની શીતલ છાયામાં પુણ્યવાને આ તપનું પારણું કરવા પધારે છે. આજે પણ આઠ-નવસે–હજાર-બારસે અને પંદરસે તપ કરનાર પારણું કરવા ત્યાં પધારે છે. વળી દાદાને વૈ. સુ. ત્રીજના દિવસે ઈશુરસથી પ્રક્ષાલ કરે છે. નીચે આવીને શેઠ આ. ક. એ વ્યવસ્થા કરેલ સ્થળે સર્વ સમુદાય પારણું કરવા પધારે છે, અને ઈશુરસથી જ પારણું કરે છે. ત્યાં એકજ આસને બેસીને પારણું કરે છે, એટલે ભાવિકેને એકાસણું થાય છે. આ મેળામાં ૨૦ થી ૨૫ હજાર માણસે ભેગા થાય છે, જે કે વર્તમાનમાં જુદાં જુદાં સ્થાને પારણું થાય છે, છતાં પણ અહીં તે સદા પહેલાના જેવી જ ભીડ રહે છે.
૮. અષાડ સુદ ૧૪. (અષાડી ચોમાસી ચૌદશ) ભાવિકે ગિરિરાજની યાત્રાની તમન્નાને ઉમંગ રાખે છે અને યાત્રાએ આવે છે. વર્ષમાં એક વખત તે ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અ. સુ. ૧૪ ની યાત્રા કરી લે છે. કારણ કે પૂર્વાચાર્યોએ વિરાધનાદિ કારણોને વિચાર કરીને અસાડી ચાતુર્માસિક ૧૪ પછી ગિરિરાજની યાત્રા ન થાય, ઉપર ન ચઢાય, તે નિષેધ કર્યો છે, ને તેનું પાલન પણ થાય છે. આનું પાલન પણ કરવું જ જોઈએ. એટલે પણ છેલ્લે છેલ્લી ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ પુણ્યવાને આ ગિરિરાજ પર અષાડી ચોમાસીની યાત્રા કરવા આવે છે. - આ રીતે વર્ષમાં આટલાં પ મુખ્ય આવે છે. બાકી યાત્રા તે સદા આઠ મહિના કરાય છે.
પૂર્વાચાર્યોએ લાભનું કારણ દેખીને ગિરિરાજ પર ચોમાસામાં જવાને નિષેધ કરેલ છે. તેનું શ્રીસંઘ પાલન કરે છે. છતાં જે જાય છે તે ભૂલ કરે છે. '
ગિરિરાજની સ્પર્શના કરનારા અષાડીથી કાર્તિક સુદ ૧૪ સુધી પાલીતાણુ આવી ધર્મશાળામાં સ્થિરતા કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી. * ફાગણ વદ ૮ થી બીજા વર્ષના વૈશાખ સુદિ ૩ સુધી આ તપ ચાલે છે. આથી વષીતપ કહેવાય છે.
(૧૯૭)