________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
દેવકી ૫ નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે. ત્યવંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણ શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં શૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું હવન આવતું હશે તેવી કલ્પના છે. ત્યાંથી આગળ ચાલે એટલે શ્રી અજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન મૈત્યવંદન કરે. બાજુમાં ચિલન તળાવડી આવે છે. ત્યાં બેઠા-સૂતા–ઊભા ૯, ૨૧ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે છે. ત્યાંથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રદ્યુમ્નની દેરી આવે છે. ત્યાં મૈત્યવંદન કરીને ઉતરવાની શરુઆત કરે છે. એટલે ધીરે ધીરે ઊતરીને સિદ્ધવડે આવે છે. ત્યાં દેરીમાં દાદાનાં પગલાં છે. ત્યાં પણ દર્શન–શૈત્યવંદન કરીને પડાવમાં જાય છે. આ પ્રદક્ષિણાને રસ્તે અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. પડાવમાં જુદાં જુદાં ગામનાં-જુદાં જુદાં મંડળના પડાવ હોય છે. શેઠ આ. ક. પેઢીને પણ પડાવ ત્યાં હોય છે. આની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાને પણ લાભ લે છે. તે મેળે જોવા જેવો હોય છે.
૫. ફાગણ વદ ૮ (શાસ્ત્રીય ચૈત્ર વદ ૮). એ શ્રી આદીશ્વર ભગવાનને જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકને દિવસ છે એટલે તે દિવસે દાદાની યાત્રા કરવા યાત્રાળુઓ પધારે છે.
૬. ચૈત્રી પૂર્ણિમા - ચં. સુ. ૧૫ શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રી પુંડરીક સ્વામીએ આ ગિરિ પર પોતાને અને પિતાના પરિવારને લાભ છે એમ ભગવાનના મુખથી જાણીને સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાના પ્રતાપે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અનશન કરીને પાંચ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. તેથી ગિરિરાજને મહિમા વધ્યું, અને પુંડરીક ગિરિ એવું નામ પણ થયું. આથી ભવ્ય છે ચૈત્રી પૂર્ણિમાને દિવસ મહિમાને ગણે છે અને ગામે ગામથી–દેશે દેશથી (વર્તમાનમાં) યાત્રાએ આવે છે અને યાત્રા કરે છે. ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ પુષ્પોની માળા વગેરે ચઢાવે છે. વળી અન્ય કોમ-ખેડુત આદિ પણ આ દિવસે શ્રીગિરિરાજ પર આવે છે. યાત્રાને લાભ લે છે, રાસડા વગેરે લે છે, અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનું પર્વ ઊજવે છે.
૭. અક્ષય તૃતીયા:- વૈશાખ સુદ ૩-શ્રી આદીશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે દાનધર્મની પ્રવૃત્તિ પ્રચલિત નહતી. આથી ફા. વ. ૮થી એક વર્ષ સુધી પ્રભુને આહાર પાણી મળેલાં નથી. એથી આ વર્ષીતપ કહેવાય છે. બીજે વર્ષે વૈ. સુ. ૩ના દિવસે પ્રભુ હસ્તિનાપુરમાં પધારે છે, ત્યાં શ્રેયાંસકુમાર છે. રાજા-શેઠ અને શ્રેયાંસકુમારને રાત્રે સ્વપ્ન આવે છે. રાજદરબારમાં ત્રણે ભેગા થાય છે. એ ત્રણેમાં શ્રેયાંસકુમારને લાભ થશે એમ જણાય છે. ગૂઢાર્થ સમજાતે
(૧૯૬)