________________
G5A5A5BAN
પ્રકરણ-૧૩ મું આ ગિરિરાજનાં મોટાં પર્વો
(૧) કાર્તકી પૂર્ણિમા (૨) મેરુ ત્રદશી (૩) ફાગણ સુદ ૮ (૪) છ ગાઉની યાત્રા (૫) ફાગણ વદ ૮ (૬) ચૈત્રી પૂર્ણિમા (૭) અક્ષય તૃતીયા (૮) અષાડી ચૌદશ.
૧. આ ગિરિરાજની આરાધના કરીને દ્રાવિડ અને વારિખિલ્લ કા. સુદ પૂનમના અનશન કરીને મોક્ષે ગયા, તે નિમિત્તે આ પર્વ છે. ગિરિરાજ પર જતાં હનુમાનધારા પહેલાં સરખે પટ આવે છે. ત્યાં તેમની દેરી આવેલી છે. ત્યાં કાર્તકી પૂર્ણિમાએ તાસાં વાગે છે.
૨. શ્રીગષભદેવ ભગવાન મહાવદ ૧૩ (ગુજરાતી પોષ વદ ૧૩)ના દિવસે અષ્ટાપદ પર્વત પર મોક્ષે પધાર્યા, તે નિમિત્તે આ પર્વને આરાધે છે. (ત્યારે ઘીને મેરુ બનાવીને પ્રભુજીની સન્મુખ મુકાય છે. ગામે ગામ પણ ઘીને મેરુ બનાવીને મુકાય છે.) તેથી તે દિવસે યાત્રા કરે છે. આથી આ મેરૂત્રયોદશીનું પર્વ છે.
૩. ફાગણ સુદ ૮- શ્રી આદીશ્વર ભગવાન ગિરિરાજ પર પૂર્વે પૂર્વ નવાણું વાર પધાર્યા છે, પણ જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે ત્યારે આદિત્યપુર( આતપુર)થી જ પધાર્યા છે અને ફા. સુ. ૮ના જ પધાર્યા છે. એટલે પુણ્યવાને જય તલાટીથી ગિરિરાજ ઉપર આવી, દાદાનાં દર્શન કરી, વર્તમાનમાં તે દિશાએ નીચે એટલે વર્તમાન ઘેટીની પાયગાએ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની દેરી છે, ત્યાં દર્શન ચૈત્યવંદન કરીને, પાછા ઉપર આવે છે અને દાદાની યાત્રા કરે છે.
૪. ફાગણ સુદ ૧૩ ના દિવસે ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા કરાય છે. પ્રદક્ષિણા કરીને આતપુરમાં (પુરાણું આદિત્યપુર ) પડાવ કરે છે. ત્યાં બધા યાત્રાળુઓ આવે છે. શાબને પ્રદ્યુમ્ન તે દિવસે મેક્ષે ગયા છે. આ યાત્રામાં દાદાની યાત્રા કરીને રામપળથી બહાર નીકળી
(૧૫)