________________
પ્રકરણ-૧૨ મું
સિદ્ધાચલના સાત છઠ અને બે અઠમ :
આ તપની અંદર ગિરિરાજની આરાધનામાં સાત છઠ અને બે અઠમ કરે છે. તે બાર મહિનામાં પાલીતાણામાં રહીને ગમે ત્યારે કરે છે.
આરાધના નીચે પ્રમાણે છે
પ્રથમ છમાં શ્રીષભદેવ સર્વજ્ઞાય નમ: બીજા છઠ્ઠમાં શ્રીવિમલગણધરાય નમ: ત્રીજા છઠ્ઠમાં શ્રીસિધ્ધક્ષેત્રગણધરાય નમ: ચેથા છઠ્ઠમાં શ્રીહરિગણધરાય નમ: પાંચમા છઠ્ઠમાં શ્રીવજવલ્લીનાથાય નમઃ છટ્ટા છમાં શ્રીસહસ્ત્રગણુઘરાય નમઃ સાતમાં છઠ્ઠમાં શ્રીસહસ્ત્રકમલાય નમઃ પહેલા અટૂડમમાં શ્રીપુંડરીકગણુધરાય નમ:
બીજા અઠ્ઠમમાં શ્રીકદમ્બગણધરાય નમ: તે રીતે સાત છટ્રક અને બે અઠમ થાય. તે દરેકમાં તે તે પદની ૨૦ નવકારવાળી, ૨૧ લેગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૧ ખમાસમણ-સાથિયા વગેરે છે. આ રીતે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમની આરાધના કરે છે.
(૧૯૪)