________________
પ્રકરણ ૧૧ સુ’
છાં કરીને સાત યાત્રા
છટ્ઠઠેણં ભત્તેણં, અપ્પાણેણુ સત્તજત્તા”;
જો કુણઈ સેતુ જે, તદય ભવે લહુઈ સે મુર્ખ ॥ ૧ ॥
શત્રુજયલઘુપમાં કહ્યા પ્રમાણે જે કોઈ વ્યક્તિ ચાવિહાર એ ઉપવાસ કરી, એટલે છઠ્ઠુ કરી દાદાની સાત યાત્રા કરે તે ત્રીજે ભવે મેક્ષે જાય છે.
આવી સાત યાત્રા કરનાર સવારથી યાત્રા શરૂ કરે છે અને પહેલે દિવસે પાંચ યાત્રા કરે છે. તેમાં મુખ્યત્વે એ યાત્રા જયતળેટીની અને ત્રણ યાત્રા ઘેટીની પાયગાથી કરે છે. દરેક યાત્રામાં તળેટીનું, શાંતિનાથ ભગવાનનું અને દાદાનું એમ ત્રણ ચૈત્યવંદન કરીલે છે. પછી પાંચમી યાત્રાએ ઉપર ચડે છે તે વખતે પંદર પ્રદક્ષિણા, રાયણપગલાનાં પાંચ ચૈત્યવંદન, અને પુંડરીક સ્વામીના પાંચ ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ, ખમાસમણાં વગેરે પુરાં કરવામાં આવે છે. બીજે દિવસે ફરીથી જય તળેટીથી ચડી દાદાનાં દર્શન કરી ઘેટીની પાયગાએ જઈ ત્યાંથી ઉપર ચડવામાં આવે છે. ત્યારે પણ એ યાત્રાના દશ ચૈત્યવંદન વગેરે કરવામાં આવે છે. આ બીજા દિવસની યાત્રા કરતી વખતે શિયાળામાં પણ શરીરમાં ગરમીના સંચય થવાથી બિલકુલ ઠંડી લાગતી નથી. ઊલટુ શરીર પરનાં કપડાં પાણી છાંટી ભીનાં રાખવાં પડે છે. આવા વખતે શરીરની આવી સ્થિતિ હાય છે, છતાં યાત્રાળુની પરિણામની ધારા ખૂબ ઉચ્ચે ચડેલી રહે છે. સાત યાત્રા કરનાર મુખ્યત્વે તા શિયાળામાં જ આદરે છે. કેાઈ પુણ્યશાળી હોય તે તે ઉનાળામાં આવી કઠીણ યાત્રા કરે છે.
શ ૨૫
(૧૯૩)