________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
બીજી પ્રદક્ષિણે છ ગાઉની : આ પ્રદક્ષિણા મુખ્યત્વે ફાગણ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે. નવ્વાણું યાત્રા કરનાર તે ગમે ત્યારે પણ આ પ્રદક્ષિણા અચૂક કરે જ છે. આ પ્રદક્ષિણામાં દાદાનાં દર્શન કરી રામપળ થઈ પૂર્વ દિશામાં પ્રયાણ થાય છે. ત્યાં ટેકરી પર દેવકી-ષટનંદનની દેરી છે. દેવકી રાણીના છ પુત્રો દેવકીને ભાઈ જરાસંઘ પ્રતિ વાસુદેવને ખબર પડી કે તેને મારનાર દેવકીને સાતમો ગર્ભ છે. એટલે જરાસંઘે દેવકી પાસે સાતે ગર્ભની માંગણી કરી. જેમ જેમ બાળક જન્મતું ગયું તેમ તેમ તે બાળક જરાસંઘને ઑપાતું ગયું. આ બાળકેએ ક્રમ કરીને નેમિનાથ ભગવંત પાસે દીક્ષા લીધી. બાળકે કોના તે તે બાળકે નથી જાણતા.
એકવાર દ્વારકા નગરીમાં ભગવાન પધાર્યા અને તેમના સાધુઓ બે-બે ની જેડીમાં ગોચરી વહેરવા નીકળ્યા છે. હવે પહેલી એક જોડીએ દેવકી રાણુને ત્યાં જઈ ગોચરી વહોરી. ત્યારપછી દેવકીને ત્યાં બીજું સંગાટક ગોચરી વહોરવવા આવ્યું. પછી ત્રીજી જેડી પણ તેણે ત્યાં ગોચરી આપી. સાધુઓને પહેલાં આવેલ જેડીઓ અંગે કાંઈ ખબર નહતી. ત્રીજી જોડીને આહાર વહોરાવીને દેવકીએ પ્રશ્ન કર્યો કે દ્વારકામાં તમને બીજે સ્થળે ગોચરી મળી નહીં ? તેના જવાબમાં સાધુઓએ કહ્યું કે, અમે બધા છએ એક સમાન કદ અને સ્વરૂપના છીએ. આ જવાબ ઉપરથી દેવકીને પોતાના છ પુત્રો તે જ આ સાધુઓ છે એવી શંકા થઈ. દેવકી સાથે વધુ વાતચીત થતાં સાધુઓનો વૈરાગ્ય વધ્યો, એટલે સાધુઓ વધુ વૈરાગ્ય ભાવના સેવવા લાગ્યાં. તેમણે ગિરિરાજ પર જઈ અનશન આદરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કર્યું. આ ઈતિહાસ આ દેરી સાથે જોડાયેલ છે.
દેવકી ષટનંદનની દેરીથી આગળ વધતાં ઉલખા જળની દેરી આવે છે. એ સ્થળ અંગે એવી દંતકથા છે કે-પૂર્વના સમયમાં દાદાનું નવણ આ સ્થળે વહીને આવતું અને અહીંના ખાડામાં તે ભરાતું. માટે અહીં એક દેરી બનાવી પગલાંની સ્થાપના કરી છે. યાત્રાળુઓ અહીં ચૈત્યવંદન કરીને આગળ વધે છે.
શ્રી અજિતનાથ-શાંતિનાથની દેરી : આગળ ચાલતાં આ દેરીઓ આવે છે. એમ કહેવાય છે કે શ્રી અજિતનાથ ભગવંત આ ગિરિ પર સમવસરેલા, જ્યારે શ્રી શાંતિનાથ ભગવંત અહીં ચાતુર્માસ રહેલા હતા. આ પ્રસંગની યાદમાં અહીં દેરીઓ કરેલી છે. આ બન્ને દેરીઓ સમક્ષ યાત્રાળુઓ ચૈત્યવંદન કરી તેની બાજુમાં રહેલ ચીલણ તલાવડી પર આવે છે.
(૧૦૦)