________________
વE
de
પ્રકરણ ૧૦ મું
શ્રી ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ
એ તે સર્વ વિદિત છે કે, નવ્વાણું યાત્રા કરનાર ગિરિરાજની ૧ાા ગાઉ, ૬ ગાઉ, ૧૨ ગાઉ એમ ત્રણ પ્રદક્ષિણા કરે જ છે. બીજા પુણ્યશાળી આત્માઓ છ ગાઉ અને બાર ગાઉની પ્રદક્ષિણા કરે છે.
ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે પહેલી પ્રદક્ષિણે દોઢ ગાઉની, બીજી છ ગાઉની અને ત્રીજી બાર ગાઉની હોય છે.
પહેલી દોઢ ગાઉની પ્રદક્ષિણું : આ પ્રદક્ષિણામાં દાદાના દર્શન કરીને યાત્રાળુ રામપળની બારીએથી બહાર નીકળે છે. આ પ્રદક્ષિણા કરતી વખતે યાત્રાળુ ગિરિરાજના બધાં મંદિરને ફરતે કોટ છે, તેને આવરી લેતી પ્રદક્ષિણા કરે છે. આ પ્રદક્ષિણ દરમ્યાન નવ ટંકની બારીના નીચાણના ભાગમાં એક તલાવડી જેવું સ્થળ આવે છે. ત્યાં બેસીને યાત્રાળુ ગિરિરાજ અભિમુખ થઈ ચૌત્યવંદન કરે છે. અહીંથી આગળ ચાલીને હનુમાન ધારા થઈ રામપળમાં દાખલ થાય છે. આ પ્રદક્ષિણમાં દોઢ ગાઉ થવાથી આને દોઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે.
(૧૮૯)