________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ચલણ તલાવડી :- અહીં તળાવમાં પાણી કાયમ રહે છે. અહીં બેઠા, સૂતાં કે ઊભાં યાત્રાળુઓ યથા શક્તિ કાઉસ્સગ કરે છે. મહાવીર ભગવાનના સુધમાં સ્વામીના તપસ્વી ચીલણ મુનિ ઘણા માણસો સાથે પશ્ચિમ દિશામાંથી વિમલાચલ તીર્થની યાત્રા કરવા આવતા હતા. તેઓ દશ જન ચાલ્યા પછી સંઘ ખૂબ તરસ્ય થયું. એટલે સંઘે કૃપાળુ મુનિરાજને લબ્ધિનો ઉપગ મૂકવા કહ્યું. તેથી તે મુનિ મહારાજે લબ્ધિના પ્રતાપે પાણીથી ભરેલું એક મેટું જળાશય બનાવ્યું. તરસ્યા યાત્રાળુઓ એનું પાણી પી સંતેષ પામ્યા. માટે આ જળાશયનું નામ ચીલણ તલાવડી પાડ્યું છે.
ચીલણ તલાવડીથી ચાલતા ચાલતા યાત્રાળુઓ ભાડવા ડુંગરની ટેકરી પર જાય છે. ઉપર ચડ્યા પછી તેઓ સાંબપ્રદ્યુમ્નની દેરી એ પહોંચે છે. સાંબપ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાને મહિમાનો દિવસ છે. અહીં દેરીમાં સાંબપ્રદ્યુમનનાં પગલાં છે. આ દેરીએ ચૈત્યવંદન કરે છે. પછી ઉતરાણ શરૂ થાય છે.
આ છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે તદ્દન કા હતું. હાલમાં એ કાંઈક ઠીક કરવામાં આવ્યો છે. વળી આ શુભ દિવસે છ ગાઉની પ્રદક્ષિણા કરનાર માટે કાચા તથા ઉકાળેલા પાણીની પરબ ઠેર ઠેર રાખવામાં આવે છે. (નવ્વાણુ યાત્રા કરનાર જ્યારે જાય છે ત્યારે શે. આ. ક.ની પેઢી તરફથી ચેકીયાત પણ આપવામાં આવે છે. એનું કારણ આ યાત્રાની વિષમતા છે.)
અહીંથી નીચે ઊતરી જઈએ એટલે સિદ્ધવડની દેરી આવે છે. આ સ્થળને જૂની તળેટી પણ કહે છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે ગિરિરાજ પર અનંત સિદ્ધો મેક્ષે ગયા. તેની યાદમાં આ સ્થળ સિદ્ધવડ તરીકે પ્રસિદ્ધ થયું છે.
આ તેરસના દિવસે અહીં આતપુર નજીક પડાવ પડ્યા હોય છે. શે. આણંદજી કલ્યાણજી તથા અન્ય સંઘના પણ પડાવ પડેલા હોય છે. પડાવમાં યાત્રાળુઓની સારી રીતે સરભરા (ભક્તિ) કરવામાં આવે છે. તે દિવસે ઢેબરાં અને દહીં પીરસવામાં આવે છે. અહીંથી પાલીતાણા ગામ બે ગાઉ (ચારમાઈલ) દૂર છે. પડાવમાં વાપર્યા પછી યાત્રાળુઓ પાલીતાણા પહોંચે એટલે છ ગાઉની પ્રદક્ષિણ પૂરી થયેલી કહેવાય. આ પ્રદક્ષિણામાં સરેરાશ વીસ હજાર યાત્રાળુઓ ભેગા થાય છે. એ આનંદ શબ્દબદ્ધ કહેવાય તેવો નથી. - ત્રીજી બાર ગાઉની પ્રદક્ષિણું :- યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારીયા જાય. ત્યાંથી બોદાનાનેશ ગામની બાજુમાં આવેલ કદમ્બગિરિ જાય અને ત્યાંથી ચેકની બાજુમાં હસ્તગિરિ જવાય છે. અને ત્યાંથી ફરીને પાલીતાણા અવાય છે. આ યાત્રા બાર ગાઉની
(૧૯૧)