________________
SEEEEEE
પ્રકરણ ૯ મું
ગિરિરાજની પાયગાઓ
પાયગા એટલે પર્વત પર ચડવાના ઊતરવાના રસ્તાઓ.
શ્રી આદીશ્વર ભગવાનના સમયમાં આદિત્યપુરથી (આતપુરથી) ઉપર ચડવાની પાયગા હતી. વર્તમાન સમયમાં અહીં ઘેટીની પાયગા છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પૈકી શત્રુંજય નદીથી નાહીને ચડવાની પાયગા, પાદલિપ્તપુર (પાલીતાણા) થી ચડવાની જયતલાટીવાળી પાયગા, રેહશાડાની પાયગા છે.
વળી ઘેટીની પાયગા અને રોહીશાડાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની એક પાયગા હતી. એ દિશામાં રહેનારાઓ હજુયે યાત્રાના મુખ્ય દિવસમાં અને ઉપયોગ કરે છે. આ પાયગાનું નામ મને યાદ નથી, પણ મારા પરમ તારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એને વિશે ઉલ્લેખ કરતા હતા. પણ અત્યારે જાણવા મળ્યુ કે તેને ઘનઘળની પાયગા કહે છે
ઘેટીની પાયગા આતપુર નજીક છે. ત્યાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં યાત્રાળુ ચૈત્યવંદન કરીને ગિરિરાજ પર ચડે છે. ઉપર ચડતી વખતે લગભગ અડધે રસ્તે એક
(૧૮૭)