________________
SELEE.SE
પ્રકરણ ૮મું
ગિરિરાજના ૧૦૮ ખમાસમણે ભાવાર્થ સાથે
શ્રી શંત્રુજ્ય ગિરિરાજના ૧૦૮ નામનું વર્ણન
ગિરિ ઉપર–પર્વત પર, જુદી જુદી જગો ઊંચી નીચી હોય, જે ભાગ ઊંચે છે તેને શિરે કૂટ કહેવાય છે. એવા આ ગિરિરાજને ૧૦૮ ફૂટ છે. ગિરિપરના કૂટો કૂટો વચ્ચે અંતર હોય છે. જ્યારે વરષાદ પડે ત્યારે આવા ભાગ ધોવાતા પણ જાય, પાણીનો સ્વભાવ છે કે માટીને ધીરે ધીરે ઓછી કરે. ઘસડી જાય. પથ્થરને પણ પોતાની અસર કરે. તેથી તે તે જગે પગેને પરસ્પર ઘસારે થતું જાય, તે ઘસારે થતાં તે તે ભાગ જુદા જુદા પડતા જાય, એટલે તે તે કૂટો શિખરે જુદાં પડે. વળી, કાળ બળ પણ તેમાં કાર્ય કરે, એથી ટૂંક જુદી પડી જાય, એવી રીતે આ ગિરિની ૧૦૮ ટુંકે કહેવાય છે, તેથી અહીં ૧૦૮ કૂટની વાત જણાવીએ છીએ. તેથી એકને આઠ ખમાસમણાં વડે તેને વંદના કરવામાં આવે છે. તેમાં પ્રથમ તીર્થકર શ્રીષભદેવ ભગવાન આ તીર્થની પવિત્રતાને લીધે, આ તીર્થ પર પહેલાંના વખતમાં પૂર્વ નવાણું વાર ફાગણ સુદ ૮ ના અત્રે પધાર્યા હતા. જ્યારે જ્યારે પધાર્યા ત્યારે ત્યારે તે જ દિવસે પધાર્યા. આજ ઉદાહરણ પરથી આજે પણ ભાવિકે તેને ઉદેશીને નવાણું યાત્રા કરે છે.
(૧૬૨)