________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
તન, મન, ધન, સુત, વલ્લભા, સ્વર્ગાદિક સુખભગ | જે વંચછે તે સંપજે, શિવરમણ સંગ ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ખટ માસ છે તેજ અપૂર્વ વિસ્તરે, પૂગે સઘલી આસ ૩ળા ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ | ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મુહૂર્ત સાચ ૩૮
સર્વકામદાયક નમો. નામ કરી ઓળખાણ ! શ્રીગુભવીરવિજ્ય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ ૩૯ સિદ્ધા૦૨૧
૨૧મા ખમાસમણમાં= છેલ્લા ૨૧માં નામના મહામાનું વર્ણન કરતાં કવિરાજ ભવ્ય પ્રાણીને જણાવે છે કે હે ભાગ્યશાળી ? શરીરના સુખની ઈચ્છા હોય, મનના સુખની ઈચ્છા હોય ધન–પૈસાની ઈચ્છા હોય, સુત-પુત્રની ઈચ્છા હોય, વલ્લભા-પત્નીની ઈચ્છા હોય, સ્વર્ગાદિક સુખની ઈચ્છા હોય, સર્વસુખની ઇચ્છા હોય, સંસારિક ભેગ સુખની ઈચ્છા હોય, ૩૬ અરે? એટલું જ નહિં પણ જે જે તારી ઇચ્છા હોય, તે તે તમામ આ ગિરિની સેવાથી મળે છે, આના પ્રતાપે શિવરૂપી રમણીને પણ સંયેાગ મળે છે. આવા વિમલાચલ પરમેષ્ઠીનું, જો
માસ એક સરખુ ધ્યાન કરે તે અપૂર્વ તેજ વિસ્તારે એટલું જ નહિં પણ પિતાની બધીએ આશાઓ પરિપૂર્ણ થાય છે પાછા જે એમ કહેવામાં આવે છે કે–ત્રીજા ભવે મોક્ષે જાય તે વાત તો સાચી જ પણ જે તેવા કોઈ અપૂર્વ પરિણામની ધારાએ ચઢી જાય તે અંતર મુહૂર્ત કાચી બે ઘડી=અડતાલીસ મિનિટની અંદર પણ મોક્ષે જાય ૩૮ આથી આ તીર્થની
સર્વકામદાયક’ એવા નામથી ઓળખાણ કરાવી, અને તેને નમન આદિ કરવા વડે કોડે કલ્યાણ થાય, એમ પ્રભુ વીર જણાવે છે, તે જણાવવા વડે કરતા પિતાનું નામ વીરવિજય
એવું પણ જણાવે છે, તેમને પોતાના નામની પૂર્વે શુભ એવો પણ શબ્દ જોડવાની પદ્ધતિ રાખી છે.)
આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની આરાધના કરવા માટે તેનાં ગુણ પૂર્વક એકવીશ નામે લઈને કાયાને કષ્ટ આપનારાં એવાં આ એકવીશ ખમાસમણ બતાવ્યાં છે. ૩લાખમા૨૧ાા
શુભ ભવતુ !
શ. ૨૧
(૧૬૧)
.