________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
કલ્યાણને કરે છે. તેથી તેની રજને મસ્તકે ચઢાવે છે. આથી આ ગિરિનું ૧૭મું સુભદ્રગિરિ એવું પણ નામ છે. (ખમા૦૧૭)
વિદ્યાધર સુર આપ્સરા, નદી શત્રુંજી વિલાસ ! કરતા હરતા પાપને, ભજીએ ભવિ કૈલાસ ૩૨ સિદ્ધા૦૧૮ છે
આ શત્રુંજય ગિરિરાજના પાણીને વહન કરનારી શેત્રુંજી નદી ત્યાં આવેલી છે. તેનું ગિરિરાજના પ્રભાવે પાણી પણ પ્રાણીઓના પાપનો નાશ કરનાર છે. આથી વિદ્યાધર, દેવતાઓ, અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની આશાએ આ નદીમાં વિલાસ કરે છે. તેવી આ ગિરિરાજની આ નદી હોવાથી આ ગિરિને કલાસ એવા નામથી સંબોધે છે, (ખમા૦૧૮) છે
બીજા નિરવાણી પ્રભુ, ગઈ ચોવીસી મઝાર ! તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર છે ૩૩ . પ્રભુ વચને અણસણ કરી, મુક્તિ પુરીમાં વાસ ! નામે કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ પે ૩૪ સિદ્ધા.૧૯
ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દરેક કાળે વીસ તીર્થંકરો થાય. તેમાં ભૂતકાળની વિસમાન, બીજા નિરવાણી નામના તીર્થકર ભગવાનના કદંબ ગણધર, પ્રભુને પિતાના આત્માની આરાધના અને મુક્તિ માટે પૂછે છે, ત્યારે પ્રભુ તેમને આ ગિરિરાજની આરાધના કરવાનું બતાવે છે. તેઓ આ ગિરિરાજ પર આવીને આહાર પાણી ત્યાગ કરવા રૂપ અનસન અંગીકાર કરે છે, અને સર્વ કર્મોને ક્ષય કરીને મુક્તિપુરીમાં જાય છે. તેથી તેમના નામ પરથી તે સ્થાન=ક્ત શિખર કદંબગિરિ નામથી પ્રસિદ્ધ થયું. આથી તે રીતે જે આરાધના કરીએ તે બાહ્ય પણ લીલવિલાસને મેળવીએ અને અભ્યતર પણ લીલવિલાસ–મોક્ષ મેળવીએ (ખમા૦૧૯)
પાતાલે જસ મૂળ છે, ઉજજવલ ગિરિનું સાર .
ત્રિકરણ મેગે વંદતાં, અલ્પ હોય સંસાર ૩પ સિદ્ધા૦૨૦ આ ગિરિરાજનું મૂળ પાતાળમાં છે. એટલે ઘણે નીચે સુધી ઊંડું ગયેલું છે. આને મન, વચન અને કાયાના સુગથી–શુભ ભાવથી વંદન કરીએ તે સંસાર અલ્પ થાય. આથી આ ગિરિનું ઉજજવલગિરિ એવું નામ છે. (ખમા૦૨૦)
(૧૬૦)