________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
કર્મને નાશ કરવા તત્પર થાય છે. એટલે ગુરુમહારાજ અને આ ગિરિવર બતાવે છે. આથી થાવગ્ના રણને પુત્ર હજાર મુનિઓ સાથે આવીને તપ કરીને અણસણ કરે છે. ગિરિના પ્રભાવથી મુક્તિના સ્થાનને પામે છે, તેથી આ ગિરિનું મુકિતનિલયગિરિ એવું નામ કહેવાય છે. (ખમા૦૧૩).
ચંદા સૂરજ બિહુ જણા, ઊભા ઈણે ગિરિશ્ચંગ !
કરી વર્ણનને વધાવીઓ, પુષ્પદંત ગિરિ રંગ પારદ્રાસિદ્ધા૦૧૪ ચંદ્ર અને સૂર્ય આ ગિરિરાજના દર્શને આવે છે, ગિરિને જોઈને પોતાના આત્માને અત્યન્ત સંતોષ થાય છે. આથી તે પુષ્પ વડે ગિરિરાજને વધાવે છે, તેથી આ ગિરિનું પુષ્પદંત એવું નામ પડે છે. (ખમા૦૧૪)
કર્મ કલણ ભવ જલ તજી, ઈહ પામ્યા શિવસઢ . ' પ્રાણી પદ્મ નિરંજની,વંદો ગિરિ મહાપ પાર૯સિ૧પ
જે ભવ્ય પ્રાણિઓ આ તીર્થની, અંતરથી આરાધના કરે છે, તે પ્રાણિઓ સંસારના કર્મના કાદવ પસંસાર સમુદ્રને તરીને ઈહિાં શિવપદ્મ=મેક્ષને= પદ્મ નિરંજનીને પામે છે. માટે આ મહામગિરિને હે ભવ્ય ! તમે વંદન કરે, (ખમા ૧૫)
શિવ વહુ વિવાહ ઉત્સવ, મંડપ રચીયે સાર |
મુનિવર વર બેઠક ભણી, પૃથ્વી પીઠ મનેહાર પાયા સિદ્ધા૦૧૬ - કવિ કલ્પના કરે છે કે આત્માને લાગેલાં કર્મોને નાશ કરીને મોક્ષ રૂપી સ્ત્રીને પરણવી હોય તે મંડપ પીઠ=બેઠક વગેરે કરવાં પડે અને ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષ રૂપી સ્ત્રીને પરણે. આથી કહે છે કે શિવ વહુના વિવાહના મહોત્સવમાં આ ગિરિરાજરૂપી મંડપ પર ધ્યાન મગ્ન બેઠક બનાવીને મુનિવર મેક્ષે ગયા, તેવો આ મનહર એવો પૃથ્વીપીઠ ગિરિરાજ છે. એ ખ૦ ૧૬ .
શ્રીસુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગળ રૂપ !
જલ તરુ રજ ગિરિવર તણી, શીશ ચઢાવે ભૂપ છે ૩૧ સિદ્ધા૦૧૭ આ ગિરિરાજ-પર્વત પાવન–પવિત્ર કરનાર છે. તેની રજ પણ પવિત્ર છે, આ ગિરિરાજના તે ઝાડ પણ પવિત્ર છે. વળી ભદ્રતા તેમજ મંગળ પણું કરે છે. ભદ્ર અને
(૧૫૯)