________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
બે યાત્રા એક સાથે કરનાર શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરી દાદાનાં દહેરે ચૈત્યવંદન કરી રાયણુપગલાં અને પુંડરીકસ્વામીનું દર્શન કરી ઘેટીના પાયગાયે જાય છે. અહીં દર્શન અને ચૈત્યવંદન કર્યા પછી ફરીથી બીજીવાર ઉપર ચડે છે.
ઉપર આવીને સેવા પૂજા કરનાર નહાઈ પૂજાના સમયે પૂજા કરે છે. અને સમય મળે એટલે પ્રદક્ષિણ કરવા માંડે. પ્રદક્ષિણા કરતી વખતે રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીનું રમૈત્યવંદન, ખમાસમણ, સાથિયા, કાઉસગ્ગ વગેરે વિધિ પૂરી કરે છે.
ત્રણ યાત્રા કરનાર ઉપરની પદ્ધતિ પ્રમાણે ત્રણ યાત્રાની ક્રિયા કરે છે.
નાવાણું યાત્રા કરનાર નવ વખત નવ ટુંકમાં જાય છે. ઘેટીની પાયગાએ પણ ઓછામાં ઓછાં નવવાર દર્શન તે કરે જ. નવાણું યાત્રા કરનાર આયંબીલ કરીને એકવખત બે વાર જાત્રા કરે છે, અને ઉપવાસ કરી ત્રણ જાત્રા એક દિવસે સાથે કરે છે. વળી શેત્રુંજી નદીમાં નાહીને પણ એક જાત્રા કરે છે. હાલમાં બંધ બંધાયેલ હોવાથી નદીમાં નહાવાનું વિકટ બન્યું છે.) જતાં આવતાં ત્રણ ગાઉના અંતર વાળી રસાળાની પાયગાએ એક વાર જાત્રા કરવા જાય અને એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરનિ પ્રદક્ષિણા કરે ત્યારે દઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે છે. એક વખત છ ગાઉની પ્રદક્ષિણા દે છે. એક વાર બાર ગાઉની પ્રદક્ષિણા (બંધ ન હતું ત્યારે) દેવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ અને કદમ્બગિરિનાં દર્શન પણ કરે, નવાણું યાત્રા કરનાર પિતાની શક્તિ પ્રમાણે તપ કરે છે.
આ સિવાય, કેટલાક એક લાખ નવકારમંત્રનો જાપ નવાણુ યાત્રામાં પૂર કરે છે. અથવા તે એક યાત્રા કરતી વખતે દશ બાધી માળા ગણે છે.
પગપાળા છરીપાળી યાત્રા કરે, તેને વધુ પુણ્ય મળે છે. તે જેટલું પુણ્ય મેળવે તેના કરલાએ ભાગનું પુણ્ય ડળીમાં બેસીને યાત્રા કરનાર મેળવે છે.
(૧૫)