________________
1551561566
પ્રકરણ-૬
ગિરિરાજની નવ્વાણું યાત્રા પરમ પાવન શ્રી શત્રુંજય ગિરિરાજ પર શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવ્વાણું વાર ફાગણ સુદ-૮ ના દિવસે પધાર્યા હતા. દર વખતે તેઓ આજ દિને પધાર્યા હતા. ભગવાનની આ યાત્રા ધ્યાનમાં લઈને પુણ્યશાળી આત્માઓ પણ અષાડ ચાતુર્માસ સિવાયના આઠ મહિનાઓમાં નવ્વાણું યાત્રા કરવા અહીં પધારે છે, અને અહીંની ધર્મશાળાઓમાં સ્થિરતા કરી કારતક સુદ ૧૫ થી ગિરિરાજ પર યાત્રા શરૂ કરે છે. આ નવ્વાણું યાત્રા કરવા શેષ કાળમાં ગમે ત્યારે અનુકૂળ દિવસથી આરંભ કરવામાં આવે છે.
યાત્રી પિતાની ધર્મશાળામાંથી નીકળી જયતળેટીએ પહોંચી ત્યાં શ્રીગિરિરાજનું ચૈત્યવંદન કરી ઉપર ચડે છે. રસ્તામાં ચાલતાં ક્રમે રામપળ, સગાળપોળ, વાઘણપોળ આવે છે. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે ચત્યવંદન કરી, હાથીપોળ થઈ રત્નપળે જાય છે. અહીં શ્રી આદીશ્વર દાદાનું દર્શન કરી ચૈત્યવંદન કરે. એક જ યાત્રા કરનાર પ્રદક્ષિણુ દેવાનું શરૂ કરે અને ત્રીજી પ્રદક્ષિણામાં રાયણના વૃક્ષને પ્રદક્ષિણ દઈ ત્યાં શ્રી આદીશ્વર ભગવાનની પાદુકા આગળ ચૈત્યવંદન કરે છે અને પછી દર્શન કરતાં આગળ ચાલતાં પુંડરીકસ્વામીના દર્શન કરી રૌત્યવંદન કરે છે.
દરેક યાત્રામાં નવ સાથિયા, નવ લોગસ્સને કાઉચ્ચ અને નવ ખમાસણ દે છે. એટલું કરે એટલે એક યાત્રા કરી કહેવાય.
(૧૪૯)