________________
શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન
સમયે જે મળ્યા તે લીધા હશે, એટલે બરોબર ફિટ બેસે તેવા નથી. અહીંથી આગળ પુંડરીક સ્વામીના મંદિરમાં જવાય છે.
પુંડરીક સ્વામીનું મંદિર આ મંદિરના ગાદીપતિ શ્રી પુંડરીક સ્વામી સોળમા ઉદ્ધારના કરતા કરમાશાના સં. ૧૫૮૭માં ભરાવેલા છે. લેખ પણ તેની ઉપર વિદ્યમાન છે. શ્રીપુંડરીક સ્વામીને ગભારામાં અનેક પ્રતિમાજીઓ બિરાજમાન છે. ગભારાની બે બાજુએ બે ઓરડાઓમાં પણ અનેક પ્રતિમાજીઓ છે. તેના મંડપમાં બે ઓરડાઓમાં પણ અનેક પ્રતિમાઓ છે.
શ્રીપુંડરીકગિરિ શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રી પુંડરીક સ્વામી આદિ પરિવાર સાથે આ ગિરિરાજ પર પધાર્યા હતા. ત્યારપછી જ્યારે વિહારને અવસર આવ્યો ત્યારે, પ્રભુજીએ પુંડરીક સ્વામીને જણાવ્યું કે “તમો અને તમારો પરિવાર અત્રે સ્થિરતા કરે, કારણ કે આ તીર્થના પ્રભાવે તમેને અને તમારા પરિવારને કેવળજ્ઞાન થશે અને તીર્થને મહિમા વધશે” આવા ભગવાનના વચનથી પુંડરીક સ્વામી સપરિવાર આ ગિરિરાજ ઉપર રોકાઈ ગયા. સ્થિરતા કરી. આરાધના કરતાં કેવળજ્ઞાન પામ્યા, અને પાંચ ક્રોડ મુનિઓ સાથે ચૈત્રી પૂર્ણિમાએ મોક્ષે પધાર્યા.
પાંચમું ચૈત્યવંદન શ્રીપંડરીક સ્વામીનું ચૈિત્યવંદના આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહિમાંહે મહંત પંચ ક્રોડ સાથે મુણીંદ, અણસણ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ ચૈત્રી પુનમને દિને, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખ કંદ
સ્તવન એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, પુછે શ્રી આદિનિણંદ સુખકારી રે; કહીએ તે ભવજલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે,
એક૦૧૫ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે, તીરથ મહીમા વાઘશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે, એકરા
(૧ાા
રા
૩
( ૧૩૪ )