________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સમરાશા અને તેમનાં સુપત્ની
આગળ દન કરતાં ચાલતાં એક દેરીના ગેાખલામાં શ્રાવક શ્રાવિકાની ઊભી મૂતિ છે. આ સમરાશા અને તેમની સુપત્નીનું દ્રશ્ય છે. જેમને ગિરિરાજના પંદરમા ઉદ્ધાર કર્યાં હતા.
દેરીએમાં પ્રભુજીનાં દર્શન કરતાં આગળ ચાલતાં ૧૪ રતનનું દહેરાસર આવે છે. આ દહેરાસર એવી પદ્ધતિએ બાંધવામાં આવ્યું છે કે ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દહેરાસર ચૌદ રતનનું દહેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરી આગળ જઈએ અને જ્યાં બીજી પ્રદક્ષિણ પૂર્ણ થવા આવે છે ત્યાં એક દેરી ખેાલીને રસ્તા બનાવ્યે છે. ત્યાંથી પાછળ અંદર નવી ટુંકમાં જવાય છે.
નવી ટુક
આ નવી ટુંક જે ખાંધી તેમાં રતનપાળમાંથી જુદા જુદા સ્થાનામાંથી ઉત્થાપન કરેલા જે લગભગ ૫૦૦ પ્રતિમાજી હતાં. તેમાંનાં પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે. બાકી રહેલાં થાડા પ્રતિમાજી દાદાના મંદિર ઉપર અને અન્ય સ્થળાએ પ્રતિષ્ઠિત કર્યા છે.
નવી ટુંકની રચના
આ ટુંકમાં મધ્યમાં મુખ્ય મંદિર શિખરબદ્ધ બનાવી પદ્ધતિસરની ટુંક બાંધી છે. આમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન છે, પ્રતિષ્ઠા સંવત ૨૦૩૨ માં થઈ છે. ( આ ટુંકની પ્રતિષ્ઠાના જે શિલાલેખ કોર્યાં છે, તે અનેક ક્ષતિઓવાળા છે) આ ટુંકની પ્રતિષ્ઠામાં ભિન્નભિન્ન ગચ્છના પૂ. આચાર્યાં મ. વગેરે હતા.
ત્યાં દર્શન કરીને બહાર આવી આગળ ચાલતાં એક ગેાખલેા એવા આવે છે કે ત્યાં ૨૪ તીર્થંકરાની માતા પુત્રો(તીર્થંકરો)ને ખેાળામાં લીધેલી છે. આ પણ આરસની જ કોરણી છે. આગળ ચાલતાં છેલ્લે ગધારીયાનું દહેરાસર આવે છે.
ગધારીયા ચૌમુખજી
આ દહેરાસર રામજી ગધારીયાએ સ. ૧૬૨૦ ના કારતક સુદ ૨ના દિવસે બ ંધાવ્યું છે. તેમાં ચૌમુખજી મહારાજ બિરાજમાન છે. દેરાસરની ચારે બાજુએ ચાર ચાકીયાળાં છે. તે ચારે ચેાકીયાળામાં ત્રણ ત્રણ દરવાજા છે. તે આખુયે મંદિર અને ઉપરના ભાગ મનેાહર છે. ચેાકીયાળાં વગેરે બધુંએ ઉપર છે. તેમાં પણ પ્રતિમાજીઓ છે, કળાની અપેક્ષાએ શિલ્પીએ એક નમુના જેવું આ દેરાસર બાંધ્યું છે. મૂળ ગભારે ચારે ભગવા મનેહર છે. પરંતુ તે
( ૧૩૩ )