________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
tપા
કુસુમ પત્ર ફળ મંજરે, સુણ; શાખા થડને મૂળ રે, ગુણ ! દેવતણા વાસાય છે, સુણ; તીરથને અનુકૂલ રે, ગુણo તીરથ ધ્યાન ધરે મુદા, સુણ; સે એહની છાંય રે, ગુણ ! જ્ઞાનવિમલ ગુણ ભાખીઓ, સુણ; શત્રુંજય માહામ્ય માંહ્ય રે, ગુણ,
દા
થાય
ત્રેવીસ તીર્થંકર ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ અસુર સુરાદિક ગાયક એ પાવન તીરથ ત્રિભુવન નહિ તસ તેલ, એ તીરથના ગુણ સિમંધર મુખ બોલે
૧૫ આગળ ચાલતાં બાજુમાં, ખૂણા ઉપર નવણ નાંખવાની એક બારી છે. ત્યાંથી નવયું બહાર પડે છે. તેનાથી આગળ એક ઓરડીમાં ભરત બાહુબલી નમિ વિનમિની મૂતિઓ છે.
ભરત બાહુબલી ભરત મહારાજા ૬ ખંડ સાધ્યા પછી, જ્યારે આયુધશાળામાં ચક પ્રવેશતું નથી, તેથી નવાણું ભાઈઓને આજ્ઞા માનવાનું કહેવડાવતાં, ૯૮ ભાઈઓ રાષભદેવ ભગવાન પાસે જઈને વાત કહે છે. પછી પ્રભુના ઉપદેશથી દીક્ષા લે છે. જ્યારે બાહુબલી સાથે યુદ્ધ થાય છે. તેમાં ભરત મહારાજા હારે છે. આ હારથી ભરત રાજા બાહુબલી ઉપર ચક્ર મૂકે છે. આ અન્યાયથી બાહુબલી ભારતને મારવા મુઠી ઉપાડે છે. આ તે વડીલબંધુ એમ વિચાર કરીને તે મુઠી પિતાના મસ્તક ઉપર મૂકીને લેચ કરી નાખે છે. સાધુ થાય છે. ભગવાન પાસે નાના ભાઈઓ છે, તેથી કેવી રીતે જાઉં. એ વિકલ્પથી કાઉસગ્ગ રહે છે. જ્યારે બાર મહિનાના છેડે પ્રભુ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીએ (તેમની બહેને)ને મોકલે છે. તેઓ આવીને કહે છે કે, “વીરા મેરા ગજ થકી ઊતરો” એ વાકયને વિચાર કરતાં, તેઓ ચાલવા માટે પગ ઉપાડે ત્યાંજ કેવળ જ્ઞાન થાય છે. આ વાત જણાવનારું દ્રશ્ય ત્યાં આપેલું છે. અને ભરત મહારાજ પણ ત્યાં સાધુના વેશમાં છે.
નમિ વિનમિ નમિ વિનમિ અધિકાર ગિરિરાજ ચઢવાના અધિકારમાં આપ્યું છે તેથી અત્રે નથી આપે. તે અધિકારને બતાવતી આ પ્રતિમાઓ કેરેલી છે.
(૧૩ર)