________________
શ્રીતીથાધિરાજ ગિરિરાજની યાત્રા
- 36.૭
૧૫
ઈમની સુણીને તીહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે, પંચકોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે, એક૦૩ ચૈત્રી પુનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે, એક૦૪ દશ વીસ ત્રીશ ચાલીશ ભલાં રે લાલ, પચાસ પુષ્પની માલ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મને હારી રે.
એક થાય પુંડરીક મંડન પાય પ્રણમી છે, આદીશ્વર જિનચંદાજી નેમ વિના ત્રેવીસ તીર્થંકર ગિરિ ચઢિયા આનંદાજી; આગમમાંહે પુંડરીક મહીમા, ભાગ્યે જ્ઞાન દિનંદાજી,
ચૈત્રી પુનમદિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દે સુખ કંદાજી કેટલાક અણસમજુ માણસે દાદાની ટૂંકને નવમી ટુંકમાં લઈ જાય છે, તે તેમનું અણસમજણપણું છે, ખરેખરતે બીજી બધી ટુંકે એ તે દાદાની ટુંકના પરિવારરૂપે છે. આ ગિરિરાજ ઉપર પૂર્વાચાર્યોએ કઈ તેવા પ્રબલ કારણોના આધારે આ સ્થાનને મૂળ ટુંક તરીકે સ્વીકારી છે. વર્તમાનમાં પણ જે જોઈએ તે સગાળપળથી માંડીને રતનપેળના છેડા સુધીને જે વિસ્તાર છે તે એવો સરસ વિસ્તાર છે કે બીજે તે વિસ્તાર બની શકે તેવું નથી. આથી પણ માનવું જ પડે કે આવા કઈ પ્રબલ કારણોના આધારે આજ સ્થાન મુખ્ય બને. આથી આ સ્થાનને મુખ્યતા આપેલી છે.
સગાળપળની નજીકમાં મોતીશાની ટુક આવે પણ નવટુંકના ક્રમમાં ખરતરવસહી=ચૌમુખજીની ટુંક=સવા સેમની ટુંકથી વર્ણન શરૂ કરાય છે. આથી તે લઈને અત્રે પણ વર્ણન લઈએ છીએ. પૂર્વ પ્રણાલિકાની અપેક્ષાએ (પૂર્વેના બીજા પુસ્તકના હીસાબે) પણ ત્યાંથી વર્ણન કરવું ઠીક લાગે છે. તેથી હવે સવામજીની ટુંક. નવ ટુંકની બારીએથી વર્ણન શરૂ કરીએ છીએ.
તબકકે ચેાથે
આગળ જે હનુમાનધારા જણાવી છે. ત્યાંથી બીજે રસ્તે નવટુંક તરફ જાય છે. એટલે બીજા રસ્તેથી ચઢવા માંડીએ એટલે આગળ નવટુંકની બારી આવે છે. ત્યાં પેસતાં આપણું ડાબા હાથે આગળ જતાં અંગારશા પીરનું સ્થાન આવે છે.
( ૧૩૫ )