________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સુકાશલ મુનિ
અયેાદ્ધાના રાજા કીતિધરને સહદેવીના પુત્ર મુકેશલ હતા. ગર્ભસ્થ પુત્રને ગાદી સોંપી. રાજાએ દીક્ષા લીધી. ક્રમે પુત્રને ધાવમાતા ઉચ્છેરે છે. તેની પાસેથી પિતાની દીક્ષાની વાત તેણે જાણી. તેથી તેણે પણ પિતાની પાસે દીક્ષા લીધી. માતાને પુત્રને વિયેાગ સહન ન થયા. આથી આધ્યાનથી મરણ પામીને પહાડમાં વાઘણુ થઇ. એક વખત રાજિષ અને સુકેશલ મુનિ વિહાર કરતા કરતા પહાડ પર આવ્યા. વાઘણે તેમને જોતાં રાષ ઉત્પન્ન થયા. મુનિઓએ જાણ્યું કે વાઘણ ફાડી ખાશે, એટલે તેઓ આરાધનામાં ચઢ્યા. પુત્ર પર પહેલા હલ્લા કર્યાં. ફાડી નાખ્યા. મુનિ અંતગડ કેવલી થઈ મેક્ષે ગયા. તે મુનિના સાનાના દાંત જોતાં પૂર્વના અધિકાર યાદ આવ્યેા. આથી કીર્તિધર મુનિએ તેને ઉપદેશ આપ્યા. વાઘણુ અનશન અંગીકાર કરીને દેવ ગતિમાં ગઈ.
નમિ–વિનમિ
ત્યાંથી આગળ ચાલતાં એક દેરીમાં નમિ વિનમિનાં પગલાં આવે છે. ઋષભદેવ ભગવાનના કચ્છના પુત્ર નમિ હતા. ને મહાકચ્છના પુત્ર વિનમિ હતા. કચ્છ મહાકચ્છે ભગવાન સાથે દીક્ષા લીધી હતી. તેમના પુત્ર નમિ વિનમિ બહાર ગયા હતા. તેથી આવ્યા ત્યારે ભરત મહારાજે તેમનું રાજ્ય આપવા માંડયુ. તે ન લેતાં પ્રભુ પાસે આવીને પ્રભુની સેવા કરવા લાગ્યા અને ‘રાજ્ય આપનાર થાવ, એમ કહેવા લાગ્યા. ભગવાન સાથે જ વિહારમાં રહે છે. ભગવાન કાઉસગે રહે ત્યાં બે બાજુએ બે ચાકીદાર માફ્ક રહે છે.
એક વખત ધરણેન્દ્ર ભગવાનને વંદન કરવા આવે છે. નમિ વિનમિની પરીક્ષા કરે છે. ત્યારે જવાબ આવે છે કે “અસ્તિ નાસ્તીતિ કા ચિંતા, કાર્યાં સેવવ સેવકૈ: ” છે કે ‹ નથી તેની ચિંતા શા માટે કરવી, સેવકે તેા સેવા જ કરવાની છે.” આ વચનથી ધરણેન્દ્ર પ્રસન્ન થયા. ૧૬ હજાર વિદ્યાએ અને વેતાઢયની દક્ષિણ ઉત્તર શ્રેણીનું રાજ્ય આપ્યું. તે સુખપૂવ ક ત્યાં આવીને નગર વિગેરે વસાવીને રાજ્ય કરે છે.
ભરત મહારાજ છ ખંડ જીતવા નિકળ્યા ત્યારે નમિ વિનમિ વિદ્યાધર સાથે યુદ્ધ ચાલ્યુ. અંતે નમિ વિનમિ હાર્યાં, અને ભરતની આજ્ઞા સ્વીકારી. પણ વૈરાગ્યથી પેાતાના પુત્રાને રાજ્ય આપીને સંયમ અંગીકાર કર્યું.. સયમની આરાધના કરતા ગિરિરાજ પર પધાર્યાં અને અનસન કરીને ફાગણ સુદ ૧૦ ના એ ક્રોડ મુનિએ સાથે મેક્ષે ગયા.
(૧૧૧)