________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
હનુમાન ધારા
આગળ ચાલતાં હનુમાનધારા આવે છે. ત્યાં ડાબી બાજુએ ચેતરા તરફ ઝષભદેવ પ્રભુના પગલાં છે. જમણી બાજુએ ઉભી હનુમાનજીની મોટી મૂર્તિ છે. તેની ઉપર દેરીમાં છે. અહીં પવનની સુંદર લહેર આવે છે. યાત્રાળુઓ અહીં વિસામે ખાય છે. ટાઢા ઉના પાણીની પરબ છે.
હનુમાન ધારાથી બે રસ્તા પડે છે. એક નવટુંક તરફ જાય છે ને બીજે દાદાની ટુંકે જાય છે. દાદાની ટુંક તરફ જતાં આગળ ડુંગરની ભેખડમાં કોતરેલી મૂર્તિઓ છે ત્યાં ચઢવા માટે ડુંગરમાં કોતરેલાં પગથીયાં છે. તે મૂર્તિઓ જાલિ, મયાલિને ઉવયાલિની કાઉસગ્ગ ધ્યાને ઉભી કરેલી છે.
જાલિમાલિ-ઉવયાલિ અંતકૃશા નામના આઠમા અંગના ચેથા વર્ગમાં એમના નામનું પહેલું, બીજું ને ત્રીજું અધ્યયન છે. દ્વારામતી નગરીના વસુદેવ અને ધારણાના પુત્ર જાલિ હતા. તેમને નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કર્યું અને શત્રુંજય ગિરિરાજ પર આવીને આરાધના કરી અને અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. આવી જ રીતે માલિ પણ દ્વારિકા નગરિના રાજકુમાર હતા. શ્રી નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કરી, ગિરિરાજ ઉપર આવી આરાધના કરી, અંતકૃત કેવલી થઈને મેક્ષે ગયા. તેવી જ રીતે ઉવયાલિ પણ શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કરી, ગિરિરાજ ઉપર આરાધના કરી, અંતકૃત કેવલી થઈમેક્ષે ગયા. તેઓ ત્રણે મુનિવરે અગીયાર અંગને ભણ્યા હતા.
આગળ ચાલતાં રામપળ બહાર વિસામે આવે છે ત્યાં ઉભય પાણીની પરબ છે.
કીલે બંધી
ગિરિરાજ પર વર્તમાનમાં નવટુંક કહેવાય છે. આ દરેક ટુંકને પોતપોતાની કલ્લેબંધી તેમજ તમામ ટુંકોને આવરી લેતે આખો કટ પણ છે. આ કોટમાં મોટો દરવાજે રામપળને
(૧૧૨)