________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
૩ થાવા પુત્ર
દ્વારકા નગરીમાં થાવસ્થા નામની સાર્થવાહી હતી. તેના નામ પરથી તેના પુત્રનું નામ થાવસ્થા સુત એવું રુઢ થયું હતું. તે બત્રીસ કન્યાને પરણ્યા હતા, શ્રીનેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી. તેમણે શૈલક નગરના રાજા શૈલકને પ્રતિબધી શ્રાવક બનાવ્યું. ત્યારબાદ શુકપરિવ્રાજકને પ્રતિબોધ કર્યો. તેને પોતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. થાવગ્ગાપુત્ર પિતાને અંતકાળ નજીક આવતાં શ્રી શત્રુંજય ગિરિરાજ પર એક મહિનાનું અનશન કર્યું. અંતે કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા.
૪ શુકપરિવ્રાજક થાવસ્થા પુત્રના ઉપદેશથી, સંયમ અંગીકાર કર્યું હતું. ક્રમે આચાર્ય થયા. વિહાર કરતા કરતા પોતાના શિષ્ય પરિવાર સાથે શૈલકનગરીએ પધાર્યા. ત્યાં પાંચ મંત્રી સાથે શૈલક રાજાને દીક્ષા આપી. અને ક્રમે તે શૈલકાચાર્ય થયા. શુકપરિવ્રાજક લાંબા કાળ સંયમ પાળી. એકહજાર મુનિઓ સાથે કેવળજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિરાજ પર મોક્ષે ગયા.
૫ શૈલકાચાર્ય
આચાર્ય થયા પછી તેઓ શેલકાચાર્ય નામથી બેલાવા લાગ્યા. શરીરમાં રોગો ઉત્પન્ન થયા. આથી પિતાના પુત્ર મટુક રાજાને ચિકિત્સા માટે કહ્યું. તેમને પોતાના નગરમાં લાવ્યા. ઉપચાર કરતાં નિરેગી થયા. રસસિક્તિથી શિથીલ થયા. ત્યારે પંથકમુનિ ગુરુમહારાજની ભાવથી સેવા કરવા લાગ્યા. માસી ખામણું ખામતાં પંથકમુનિએ ગુરુમહારાજના પગને સ્પર્શ કર્યો. નિદ્રામાં ખલેલ પડતાં જાગી ગયા. શિષ્ય પિતાના અપરાધની માફી માગી અને જણાવ્યું કે માસી ખામણું ખામત હતા. આ સાંભળીને આચાર્યને પિતાને પ્રસાદ યાદ આવ્યું. અને વૈરાગ્ય જલહ. આરાધના કરવા લાગેલા, કર્મને ખપાવવા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. પાંચસે શિષ્યો સાથે એક મહિનાનું અનસન કરી કેવળજ્ઞાન પામી, મેક્ષે ગયા.
ભુખણુદાસના કુંડ પાસે ચેતર પર દેરી છે તેમ દેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી એક દેરીમાં સુકેશલ મુનિનાં પગલાં છે.
(૧૧૦)