SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતાં હજારો માણસ, હાથી, ઘોડા, રથ, ગાડાં, વગેરેમાં બેસીને આવવા લાગ્યા. શ્રીવિદ્યામંડનસૂરિજી આદિ સેંકડો આચાર્ય મહારાજે, હજારો સાધુ, સાધ્વીજીએ સ્થાનિક સંઘની સાથે પ્રયાણ કરી પાલીતાણા પધારતાં કરમાશાએ સૌને યથાયોગ્ય સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી ઉતારા વગેરેની સુંદર સગવડ સાચવી. આમ પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર લાખો માણસે આવી પહોંચ્યા. ગિરિરાજની નીચેની વિશાળ જગ્યા પણ સાંકડી થઈ ગઈ, પરંતુ કરમાશાનું નાનું હદય અતિ વિસ્તૃત બનતું ગયું. આવેલા સંઘ માટે ભેજન–પાણી, નાતે, રહેઠાણ, વસ્ત્ર, ગાદલાં વગેરેને સુંદર બંદોબસ્ત અગાઉથી રાખવામાં આવ્યું હતું, આથી કઈને કઈ પણ જાતની મુશ્કેલી પડી નહિ. નિધનથી માંડી ધનવાન, નાનાથી માંડી વૃદ્ધ પર્યત સઘળાં જન પૂર્ણ પ્રસન્ન હતાં. શોધતા પણ એ કઈ માણસ ન મળે કે જે કરમાશા પ્રત્યે નારાજ હોય. કરમાશાની પ્રસન્નતા જોઈ યાચક વધુ માંગણી કરતા, જ્યારે કરમાશા તેની માંગણી કરતાં પણ અધિક આપતા હતા આથી તેમનું દાન વચનાતીત કહેવાયું હતું. સ્થાને સ્થાને મોટા મોટા મંડપ બંધાવેલા તે બધા કિંમતી ચંદરવા, ગાલીચા, તરણે વગેરેથી સુશોભિત બનાવવામાં આવ્યા હતાં. આખું જગત જાણે મહત્સવ રૂ૫ ન હોય તેમ જણાતું હતું. મહોત્સવના દિવસો ક્ષણની જેમ પસાર થઈ જવા માંડયા. જળયાત્રાને મહત્સવ પણ ભરત મહારાજાના મહોત્સવને યાદ કરાવતે. પ્રતિષ્ઠા અંગેની બધી વિધિઓ થઈ ગયા બાદ વૈશાખ વદી-૬ રવિવારે શ્રવણ નક્ષત્રમાં શુભ મુહુર્ત આવતાં શ્રીઆદીશ્વર ભગવંત, શ્રીપુંડરીકસ્વામિની મંગલકારી પ્રતિષ્ઠા કરવામાં આવી, અને તે જ સમયે બીજાં મંદિરેમાં પણ મૂર્તિઓની પ્રતિષ્ઠા તથા શિખર ઉપર કળશ તથા ધજા ચડાવવામાં આવી. મુખ્ય મંદિર ઉપર રત્નજડિત સેનાને કળશ અને રત્નજડિત સેનાને ધજાદંડ તથા રેશમી ધજા ચઢાવવામાં આવી તે વખતે સંઘને હર્ષ એટલે બધે હતું કે તેનું માપ કાઢવું મુશ્કેલ હતું. શ્રી આદીશ્વર ભગવંતની મૂતિ ઉપરનો લેખ 3 / સંવત ૧૫૮૭ વર્ષે, શાકે ૧૪૫૩ પ્રવર્તમાને વૈશાખ વદ-૬ રવો શ્રીચિત્રકૂટવાસ્તવ્યશ્રીએાસવાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં દો. નરસિંહ સુત તેલા ભાર્યા બાઈ લીલુ પુત્ર ૬ દો. રત્ના ભાર્યા રજમલદે પુત્ર શ્રી દો. પિમા (૯૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy