________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ગુરુમહારાજ અને કરમાશાએ પૂજારીને બોલાવીને વસ્તુપાલે લાવીને રાખેલી મમ્માણી ખાણની બે શિલાઓ ભેંયરામાં જે ગુપ્ત રાખેલી તેની માંગણી કરી, પૂજારીએ ભેંયરું બતાવ્યું અને તેમાંથી શિલાઓ બહાર કાઢીને મૂર્તિ બનાવવાનો પ્રારંભ કરાવ્યો, અને પૂજારીને ઈચ્છા કરતાં અધિક દિલખુશ થઈ જાય એટલું ધન આપ્યું.
એક શિલામાંથી શ્રી આદીશ્વર ભગવંત, બીજ શિલામાંથી શ્રી પુંડરીક સ્વામીજી તથા પિતાના કુટુંબીજનના શ્રેયાર્થે બીજી ઘણી મૂતિઓ વિધિપૂર્વક ઘડવવાની આજ્ઞા આપી, ગુરુમહારાજે શિલ્પશાસ્ત્રના વિશેષ જાણકાર, વાચક વિકમંડન અને પંડિત વિવેકથીર નામના પિતાના બે શિષ્યોને મૂતિઓની દેખરેખનું કામ એંપ્યું, તથા તેમના માટે આહારપાણી લાવી વૈયાવચ્ચ કરવા માટે શ્રીક્ષમાપીર આદિ મુનિઓને રાખ્યા. બાકીના બીજા મુનિવરે વગેરે ઉદ્ધાર નિવિને સારી રીતે પૂર્ણ થાય તે માટે છઠ્ઠ અઠ્ઠમ, આયંબીલ આદિ તપશ્ચર્યા કરવા લાગ્યા.
શ્રીરત્નસાગર અને શ્રીયંતમંડન નામના બે મુનિવરેએ છ મહિનાને તપ કર્યો.
વ્યંતર આદિ હલકા દેના ઉપદ્રવની શાંતિ માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીસિદ્ધચકનું સ્મરણ કર્યું, સાથે સંઘ પણ તપ, જપ, ધ્યાન વગેરે આરાધના કરવા લાગ્યા.
કારીગરે, સલાટ વગેરેને ઉપર જવા-આવવા માટે ડોળીની સગવડ તથા મનોભિષ્ટ ખાવા-પીવા વગેરેની સગવડ કરમાશાએ સારામાં સારી રાખી હતી. ગરમ દૂધ મિષ્ટાન્ન વગેરે આપતા હતા, સેંકડો કારીગરે મજુર વગેરે ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. ઈચ્છા કરતાં પણ અધિક મજુરી વગેરે મળતી હોવાથી સૌ મન દઈને ઉત્સાહથી વધુ કામ કરતા હતા.
આ રીતે થોડા વખતમાં મંદિરનો જીર્ણોદ્ધાર અને બધી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ, એટલે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવા માટે દૂરદૂરના સારા જાણકાર અને વિદ્વાન વાચનાચાર્ય, પંડિત, પાઠકે, આચાર્ય વગેરેને નિમંત્રણ પાઠવીને લાવ્યા તથા નિમિત્ત શાસ્ત્રના પારંગત જ્યોતિષીઓને બોલાવ્યા, બધાએ મળીને બધી જાતને વિચાર કરીને પ્રતિષ્ઠા માટે સંવત ૧૫૮૭ વૈશાખ વદી ૬ રવિવાર શ્રવણ નક્ષત્ર નક્કી કરવામાં આવ્યું.
પ્રતિષ્ઠાને દિવસ નક્કી થયા બાદ શ્રીવિદ્યામંડનસૂરિજી મહારાજને આમંત્રણ માટે પિતાના ભાઈ રત્નાશાને મોકલ્યા અને કુંકુમ પત્રિકાઓ લખાવીને ચારે દિશામાં અંગ, બંગ, કલિંગ, કાશ્મીર, જાલંધર, માલવા, લાટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મધ, મેવાડ, કચ્છ વગેરે દરેક દેશમાં પ્રતિષ્ઠા ઉપર પધારવા માટેનાં આમંત્રણ મોકલાવ્યાં.