________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
આ સાંભળીને બાદશાહે કહ્યું કે, હે શાહ! તમારી જે ઈચ્છા હોય તે નિઃશંક થઈને પૂર્ણ કરે, તે માટે હું તમને ફરમાન લખી આપું છું, જેથી તમારા કાર્યમાં કોઈપણ માણસ કેઈપણ જાતનું વિન કે અટકાયત કરી શકશે નહિ.” આમ કહીને તુરત બાદશાહે શાહી ફરમાન લખી આપ્યું, તે ફરમાન લઈને સારા મુહર્ત કરમાશાએ ત્યાંથી (ચાંપાનેરથી) પ્રયાણ કર્યું. તે વખતે સારૂં વાતાવરણ વાજીંત્રના ઘોષથી ગાજી ઉઠ્ય, પ્રયાણમાં શુકને પણ સારા થવા લાગ્યા. તે જોઈને કરમાશાને ખૂબ આનંદ થયે.
રસ્તામાં ભાટ-ચારણ વગેરે તેમના યશગાન કરતા હતા. તેમને ધન વગેરે છુટથી દાનમાં આપતા હતા. અનેક સાધમિકે સાથે રથમાં આરૂઢ થઈ ક્રમસર શ્રી શત્રુંજય તરફ આગળ જવા લાગ્યા.
માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર આવે ત્યાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારે પણ કરતા. ઉપાશ્રયમાં જૈન સાધુ મહારાજ હોય તે દર્શન-વંદન કરતા તથા વસ્ત્ર–પાત્રાદિનો લાભ લેતા.
રસ્તામાં દીન–અનાથ વગેરેને દાન વગેરે આપતા, માછીમારો મળે તેને મેં માગ્યું ધન આપી જીવહિંસા છેડાવતા. ખંભાત આવ્યા. ખંભાતના સંઘે કરમાશાનું ભવ્ય સ્વાગત કર્યું સંઘ વગેરે સાથે શ્રીસ્થંભન પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામી મંદિરે દર્શનાદિ કરી ઉપાશ્રયમાં આવ્યા. શ્રીવિનયમંડન પાઠકને હર્ષપૂર્વક વંદના કરી સુખશાતા પૂછી અને બધી વાત કરી.
પાઠકવરે કહ્યું કે, “કરમાશા? હવે શું કરવું તે તમે સારી રીતે જાણે છે. અમારે તો એટલું જ કહેવું છે કે સારા કામમાં વિલંબ કરે નહિ, અવસરે અમારું કર્તવ્ય પણ અમે બજાવશું, શુભ કાર્યમાં કેણ ઉપેક્ષા કરે ?” પછી શ્રીસંઘસાથે ગુરુ મહાજને વંદન કરી ખંભાતથી નીકળી પાંચ છ દિવસોમાં તે બધા સિદ્ધાચલજી આવી પહોંચ્યા, ગિરિરાજને સેનાચાંદીના કુલડે, પુષ્પ અને શ્રીફળ વગેરેથી વધા, યાચકવર્ગને દાન આપી ખુશ કર્યા.
માણસે, કારીગરો વગેરેને ઉપર જવા આવવામાં સુગમતા રહે એટલે સિદ્ધાચલજીની તલાટી–આદપર મુકામ કર્યો.
કેટલાક સમય પછી શ્રીવિનયમંડન પાઠક, સાધ્વીજી મહારાજે આદિ ઘણા પરિવાર સાથે પાલીતાણું પધાર્યા. કરમાશાએ ખુબ ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવ્યા. ગુરુમહારાજના પધારવાથી ખુબ આનંદ થયે.