________________
શ્રી શત્રુ...જય ગિરિરાજ દઈન
સમાચાર સમરાશાને મેાકલવામાં આવ્યા.
સમરાશાએ કહેવરાવ્યુ કે ‘બીજી શિલા કઢાવરાવા’ બીજી શિલા કાઢવામાં આવી, તે પણ દોષવાળી નીકળી.
સમરાશાને ખખર મળ્યા, એટલે તે ત્રિસંગમપુરમાં આવ્યા. સમરાશાહે અઠ્ઠમના તપકરી શાસનદેવનું આરાધન કર્યું", શાસનદેવે પ્રગટ થઈને કહ્યું કે, શિલા કાઢતા પહેલાં જે વિધિ કરવી જોઈએ તે કરી નથી, તેથી શિલા દોષવાળી નીકળી છે, હવે બધી વિધિ કરી, ખાણની અમૂક જગ્યામાંથી શિલા કઢાવે.’
પૂજન વિગેરે વિધિ કરાવી શિલા કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
સમરશા પાટણ આવી ગયા.
ત્રીજી વખતે જે શિલા નીકળી તે નિળ, સ્ફટિક જેવી સુંદર અને દેાષ વિનાની હતી. . નિર્મળ શિલા નિકળ્યાની ખબર લાવનારને સમરાશાહે સેનાના દાંત સેાનાની જીભ અને રેશમી એ વસ્ત્રો આપ્યાં.
કારીગરોને પણ મજુરી ઉપરાંત સેાનાના કંકણ અને વસ્ત્ર આપી સૌને ખુશ કર્યાં.
સ્ફટિક સમાન શિલા નીકળી જાણી મહિપાલ રાણાએ પણ ત્યાં આવી તે શિલાની ચંદન– પુષ્પાદિકથી પૂજન કર્યું. આજુબાજુના ગામોના લેાકેા પણ ત્યાં આવી શિલાનું પૂજન કરવા
લાગ્યા.
પર્યંત ઉપર ખાણમાંથી શિલા બહાર કઢાવ્યા બાદ, પર્વત ઉપરથી શિલા નીચે ઉતારવામાં આવી અને આરાસણ લાવ્યા. ત્યાં મહેાત્સવ કરવામાં આવ્યેા, આજુબાજુના ગામામાં જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ લેાકા આવવા લાગ્યા. શિલાનું ચંદન વગેરેથી પૂજન કરવા લાગ્યા. શિલા એક તીથ જેવી બની ગઈ.
મજબૂત ગાડામાં શિલા ચઢાવીને વીસ જોડી બળવાન બળદો ગાડામાં જોડી કુમારસેના સુધી ગાડુ આવ્યા બાદ ગાડું અટકી પડ્યું. પાતાક મંત્રીએ પાટણ સમાચાર મેાકલ્યા, એટલે સમરાશાહે વીસ જોડી સારારૂપુષ્ટ અને બળવાન બળદો તથા મજબૂત ગાડુ' મેાકલાવ્યું. શિલા ગાડામાં ચઢાવવા ગયા ત્યાં ગાડું તૂટી ગયું, એમ સમરશાહે મોકલેલાં ત્રણ ત્રણ ગાંડા
ભાંગી ગયાં.
(૮૨)