________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
આવે તે સહન કરી લેવી પણ જેને પુત્રથી અધિક માન્યું તેનું કાર્ય અવશ્ય થવું જોઈએ એવી સુબાની મનોવૃત્તિ થઈ.
સમરાશાને ઘણો આનંદ થયો. ગુરુમહારાજ પાસે જઈને આજ્ઞાપત્ર મળ્યાની વાત કરી.
આચાર્ય મહારાજે કહ્યું કે “દેના દ્વેષી એવા અલપખાને તીર્થના ઉદ્ધાર માટે રજા આપી, તેથી ખરેખર તારું ભાગ્ય ચઢીયાતું છે.
સમરાશાએ મૂલનાયકની પ્રતિમાજી નવી ભરાવવા અંગે પૂછ્યું કે “ભગવાન ! ઘણાં વર્ષો પહેલાં મંત્રી વસ્તુપાલે મમ્માણી ખાણમાંથી આરસની શિલા મંગાવીને સિદ્ધાચલજીની ઉપર રાખેલી સાંભળવામાં આવે છે અને તે શિલા આજ સુધી ભયરામાં અક્ષત છે, તે તે શિલામાંથી નવી પ્રતિમાજી ભરાવું તે કેમ?
સંઘ ભેગો કરવામાં આવ્યું. સંઘે કહ્યું કે, આ ભયંકર કલિકાળ છે, મંત્રીએ ઘણું દ્રવ્ય ખચી શિલા લાવીને સંઘને સમર્પણ કરેલી છે. અત્યારે તે શિલા બહાર કાઢવાને સમય નથી, માટે બીજી શિલા મંગાવીને તેની નવી પ્રતિમાજી ભરાવરાવે.
મૂર્તિ માટે શિલા મેળવવા માટે સમરાશા ત્રિસંગમપુર ગયા. ત્યાં આરપાણની ખાણને માલિક મહિપાલ રાણે શિવભક્ત હતું, પણ જૈનધર્મને વિષે શ્રદ્ધાવાળે હતે, જીવદયાનું પાલન કરતા હતા તથા માંસાહારને ત્યાગી હતો.
સમરાશાએ કિંમતી ભેટશું અને વિનંતિપત્ર રાણની આગળ મૂ.
મહિપાલ રાણાએ વિનંતિપત્ર વાંચે અને ખુશ થયે. ભેણું પાછું આપ્યું અને કહ્યું કે જે ખાણમાંથી જે શિલા પસંદ પડે તે કઢાવીલે, તેને કર પણ છેડી દઉં છું. અને હવેથી જે કોઈને મૂર્તિ માટે શિલા જોઈતી હશે તેને પણ કર લઈશ નહિ
મોટી શિલા કાઢવા માટે સમરાશાહે કારીગરોને બોલાવ્યા અને શિલા કાઢવા માટે જે મૂલ્ય માંગ્યું તેનાથી અધિક મૂલ્ય આપવાનું નકકી કર્યું. અને પાતાક મંત્રીને દેખરેખ માટે મૂકી સમરાશા પાટણ આવી ગયા.
ખાણમાંથી શિલા કાઢવાનું કામ ધમધોકાર ચાલ્યું. થોડા દિવસમાં એક શિલા બહાર કાઢવામાં આવી, સાફ કરીને જોઈ તે તે શિલા તડપડેલી હતી. શ, ૧૧
(૮૧)