________________
શ્રી શંત્રુજ્ય ગિરિરાજ દર્શન
આચાર્ય મહારાજે કહ્યું કે ધર્મકાર્યમાં ગુરુની કૃપા સર્વદા રહેલી હોય છે, માટે તમે આ તીર્થને ઉદ્ધાર શીધ્ર કરાવે.
દેશલશા આનંદ પામ્યા, ઘરે જઈને બુદ્ધિ શાળી, ભાગ્યશાળી અને હોંશિયાર પુત્ર સમરને બેલાવી બધી વાત કરી. સમરસિંહે પિતાને આદેશ માથે ચઢાવ્યા, પછી ગુરુ મહારાજ પાસે જઈને અભિગ્રહ લીધે કે જ્યાં સુધી તીર્થને ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી, ૧ બ્રહ્મચર્યનું પાલન કરવું, ૨ નિત્ય એકાસણું (એકવાર જમવું) કરવાં, ૩ રેજ પાંચ વિગઈ ત્યાગ કરે, ૪ ભૂમિ ઉપર સંથારે કરવો. (પલંગ આદિ ઉપર સુવું નહિ, અને ૫. ખડી, તેલ અને પાણી એમ ત્રણથી ભેગું સ્નાન કરવું નહિ
પછી શુભ દિવસે સારૂં ભેટશું લઈને સમરસિંહ પાટણના સુબા અલપખાન પાસે ગયા અને તેમની આગળ ભેટશું મૂક્યું.
અલપખાન સમરસિંહને ભેટ્ય અને આનંદ પામે.
અલપખાને કહ્યું કે, “સમર! મારા પુત્ર કરતાં પણ તારા ઉપર મને અધિક સ્નેહ છે, માટે તારે જે કોઈ કાર્ય કે જે કોઈ ઈચ્છા હોય તે કહે, તેમાં કોઈ વિચાર કરીશ નહિ, કઠીન કાર્યું હશે તે પણ ચિંતા કરીશ નહી’.
સમરશા મનમાં આનંદ પામ્યા અને સુબાને કહ્યું કે અમારા મહાતીર્થ શ્રીસિદ્ધાચલઇને તમારા બાદશાહના સૈન્ય નાશ કરી નાખે છે. આ તીર્થની હયાતી હોય તે સમગ્ર જૈને વગેરે ત્યાંની યાત્રા કરે છે, અને પિતાની લક્ષ્મીને શુભ કાર્યોમાં સદુઉપયોગ કરે છે. દીન દુખીયા, ગરીબ ગરબા વગેરે દાન આપી સહાયક થાય છે અને તેમને સંતોષ પમાડે છે. તમે આજ્ઞા આપો તો તે તીર્થને ઉદ્ધાર કરાવવાની મારી ઈચ્છા છે
અલપખાને કહ્યું કે હું તારા ઉપર પસન્ન છું. તારી ઈચ્છામાં આવે તે પ્રમાણે કર. દિલ્હીના બાદશાહને તું કઈ ભય રાખીશ નહિ.
ઉદ્ધાર કરાવવામાં કઈ વિઘ્ન કરે નહિ એટલા માટે અલપખાને આજ્ઞાપત્ર લખાવીને સમરશાને સુપ્રત કર્યું. ઉપરાંત પાઘડી, ખેશ અને પાનનું બીડું આપી સમરશાનું બહુમાન કર્યું.
પુણ્યાગે કપરૂં ગણાતું કાર્ય પણ આમ સરળતાથી પતી ગયું, નહિતર દિલ્હીના બાદશાહની આજ્ઞાથી સૈન્ય મંદિર અને મૂતિઓ તેડી નાંખી હતી, અને પિતે બાદશાહની Tre નીચે હતું. બાદશાહને ખબર પડતાં શું કરે તે કલ્પી શકાય નહિ, છતાં પણ આપત્તિ
(૮૦)