________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
કરાવ્યા, ફરીથી જીર્ણોદ્ધારમાં મંત્રીએ બે કરોડ સતાણું લાખ દ્રવ્ય ખર્ચી. ત્રણ વર્ષે કામ પૂર્ણ થયું હતું. શ્રી હેમચંદ્રાચાર્યને બોલાવી મોટા ઉત્સવ પૂર્વક વિ. સં. ૧૨૧૩માં પ્રતિષ્ઠા કરાવી.
પાંચમા આરાને આ બીજો ઉદ્ધાર થયા
ઉદ્ધાર પંદરમો (ત્રીજે) સમરાશાને સં. ૧૩૭૧ પાટણ શહેરમાં ઓશવાલ જ્ઞાતિના દેશળશા નામના શ્રેષ્ઠિ વસતા હતા. તેમને ભૂલી નામની સ્ત્રી હતી, તેમને સહજા, સાહણ અને સમરસિંહ અને બીજા બે એમ પાંચ પુત્રે હતા.
સહજપાલ દેવગિરિમાં વેપાર વગેરે કરતા હતા. સાહણ ખંભાતમાં રહેતા હતા અને સમરસિંહ પાટણમાં પિતાની સાથે રહી વેપાર આદિ કરતા હતા. પાંચે ભાઈઓમાં સમરસિંહ હોંશિયાર અને બુદ્ધિશાળી હતા. તેથી તે પાટણના સુબા અલપખાન તથા દિલ્હીના બાદશાહ અલ્લાઉદીનના પ્રીતિપાત્ર હતા.
ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યા બાદ, વિ. સં. ૧૬૯માં મ્લેચ્છ લેકેએ શત્રુંજયતીર્થને ધ્વંશ કર્યો, જાવડશાએ પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવંતની મૂતિ તથા બીજી સેંકડો મૂતિઓને નાશ કરી નાંખ્યા. આ સમાચારથી ભારત ભરના જૈનસંઘને ભારે આઘાત લાગ્યા, કેટલાક રૂદન કરવા લાગ્યા, કેટલાકે ખાવાપીવાનું છોડી દીધું, કેટલાક મૂચ્છથી બેભાન બની ગયા.
પાટણમાં પણ આ સમાચારથી દેશલશા મૂચ્છવશ બની ગયા. શીતે પચારથી મૂચ્છ દૂર કરવામાં આવી. દેશલને ખૂબ આઘાત થયે પૌષધ શાળામાં શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજની પાસે ગયા, અને પિતાને થયેલ દુઃખનું નિવેદન કર્યું.
આચાર્ય ભગવંતે આશ્વાસન આપી શાંત ક્યાં અને કહ્યું કે, સંસારને વિશે કોઈ પદાર્થ સ્થિર નથી જ. તે મનુષ્ય ધન્ય પાત્ર છે કે તીર્થને નાશ ન થાય તે માટે તીર્થને ઉદ્ધાર કરાવીને તીર્થને ટકાવી રાખે છે. આ પ્રમાણે કહીને શ્રી શત્રુંજય મહાતીર્થમાં થયેલા ઉદ્ધાર કેણે જેણે ક્યારે ક્યારે કરાવ્યા તેનું સુંદર વર્ણન કર્યું.
શ્રીસિદ્ધાસેનસૂરિજી મહારાજને ઉપદેશ સાંભળી દેશળ કહ્યું કે હમણાં મારી પાસે ભૂજાબળ, ધનબળ, મિત્રબળ, રાજબળ વગેરે છે, તેમાં આપશ્રીનું કૃપાબળ મને સહાયક્ત થાય તે આ તીર્થને ઉદ્ધાર હું કરાવું.
(૯)