________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
સમરાશા આ સાંભળી ચિંતામાં પડ્યા, કે મજબૂત ગાડાના ચૂરા થઈ ગયા, તે હવે શિલા છેક પાલીતણું સુધી કેવી રીતે લઈ જવાશે?
રાત્રે શાસનદેવે સમરશાહને કહ્યું કે “સમર! તું ચિંતા કરીશ નહિ, ઝંઝા ગામમાં એક દેવી છે, તેની યાત્રા માટે એક ગાડું બનાવવામાં આવેલું છે, તે દેવથી અધિષ્ઠીત છે. અને ઘણું મજબુત છે, એટલું જ નહિ પણ તેમાં પચાસ માણસ બેસે તે પણ ગાડાને બે કેસને અંતરે જડેલા માત્ર બે બળદથી ગાડું ચાલવા લાગે છે. આ ગાડું દેવી પોતે પિતાના પૂજારીને આદેશ કરીને અહીં તારી પાસે મોકલાવશે, તે ગાડા દ્વારા શિલાને સિદ્ધાચલજી સુખપૂર્વક લઈ જવાશે.”
સમરાશા સવારે ઝંઝા ગામે જવા વિચાર કરે છે, ત્યાં દેવીને પૂજારી આવી પહોંચે અને કહ્યું, કે દેવીએ મને આદેશ કર્યો છે કે–તું પાટણ સમરાશાની પાસે જઈને કહે કે “મારા ગાડાથી શિલાને લઈ જવાશે.”
રસ્તાના ખાડા ટેકરા વાળી જમીન સરખી કરવા માટે ૧૦૦ માણસ સાથે દૈવીએ ગાડું અને વીસ જેડી બળદો મોકલ્યા. તે ગાડા દ્વારા શિલા ગામેગામ પૂજન અને મહોત્સવ કરાતી પાલીતાણા આવી પહોંચી. પાલીતાણાના સંઘે પણ ધામધૂમ પૂર્વક શિલાને નગરપ્રવેશ કરાવ્યું.
સમરાશાહે માણસ આદિને વસ્ત્ર, ધન, અલંકાર, વગેરે આપીને સૌને ખુશી કર્યા.
સિદ્ધાચલજી ઉપર શિલા ચઢાવવાનું જણાવ્યું અને શિલ્પશાસ્ત્રમાં કુશળ સોળ કારીગરોને સિદ્ધાચલજી મેકલ્યા. તથા જુનાગઢમાં બિરાજમાન શ્રીબાલચંદ્ર મુનિને પ્રતિમાજી ઘડાય તેની દેખરેખ રાખવા માટે વિનંતિ કરીને સિદ્ધગિરિજીએ બોલાવ્યા.
શિલાને વધારાને કેટલેક ભાગ કાઢી નાંખીને શિલા કંઈક હળવી બનાવીને ૮૪ માણસેએ છ દિવસમાં શિલા ઉપર ચઢાવી, માણસને ધન વગેરે આપી સંતુષ્ટ કર્યા.
હાલમાં તો શ્રીસિદ્ધગિરિજી ઉપર ચઢવા માટે સુંદર સરસ પગથિયાં બનાવવામાં આવેલાં છે, જ્યારે તે વખતે તે ચઢવા માટે પથ્થરના ટુકડાઓ ઉંચાનીચા ગોઠવેલા હતા એટલે કેઈપણ વસ્તુ ઉપર લઈ જવાનું કામ તે વખતે ઘણું કઠીન હતું. વર્તમાનમાં દરવાજા વગેરેના કામ માટે પત્થરો વગેરે મજુરો કેવી રીતે ઉપર લઈ જાય છે અને કેટલી મહેનત પડે છે તે જુઓ તે ખ્યાલમાં આવે કે પૂર્વકાલમાં ગિરિરાજના કઠણ માર્ગે મંદિરે વગેરે કેટલા પરિશ્રમે અને કેટલા દ્રવ્યના વ્યયે બંધાયાં હશે? માલ–સામાન કેટલી મુશ્કેલીઓ ઉપર ચઢાવ્યો હશે?
(૮૩)