________________
શ્રીશંત્રુજય મહાતીના ઉદ્ઘારા
કલિયુગમાં કલ્પતરૂ સમાન શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરી એક રૂપીયાના કુલ વડે દાદાશ્રીઋષભદેવ ભગવાનની પૂજા કરી, તલાટીમાં આવતા પુણ્યાદયથી શ્રીસંઘનાં દર્શન થયા અને મારી પાસે મુડી મિલ્કત આ ગજવામાંથી નીકળી તે સાત દ્રુમ છે, જેથી મારી આ નજીવી રકમ સ્વીકારી ટીપમાં લખવા કૃપા કરી આ સેવકને કૃતાર્થ કરશે’.
ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતાથી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખતનું ચાલતુ નાણું સ્વીકારી લઈ, તે વહીમાં સૌથી મથાળે (પહેલ') નામ તેનું ચડાવ્યુ. આ ખનાવથી માટી રકમા ભરનાર શ્રીમંતા તા વિચારમાં પડી ગયાં કે આ શુ? પણ મંત્રીશ્વરને કહી કાણુ શકે? જેથી એક બીજાના મુખ સામું જુએ છે.
વિચક્ષણ મંત્રી તુરત જ કળી જઈ કહી દે છે કે, આ અલ્પ રકમ આપનારના પ્રથમ નામથી તમારાં મનદુઃખાય છે, પરંતુ મહાનુભાવા! ન્યાય બુદ્ધિથી વિચાર કરાય તે પણુ સમજી શકાય છે કે—હું અને તમે ક્રોડા, લાખા કે હજારા આપીએ તેાયે ઘરમાં ઘણુ' રાખીને તે પ્રમાણે આપીએ છીએ.
જ્યારે આ ભાગ્યશાળીએ તે ઘરનું સસ્વ આપી ‘દરિદ્ર અવસ્થામાં દાન' એ પ્રથમ કલ્પવૃક્ષ હાવાનુ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે, તે તેનું નામ પહેલું રહે એ વ્યાજખી છે, એમ તમારે પણ સમજવુ જોઇએ. હવે પ્રથમ નામવાળાને પહેરામણી કરાવવાના ક્રમ પ્રમાણે મંત્રીશ્વરે ઉમદા પેાષાક તથા અલંકાર (ભંડારી પાસેથી મ’ગાવી) સ્વીકારવા આગ્રહભરી ભક્તિ દર્શાવી, ત્યારે નિ:સ્પૃહ એવા તે ભીમે કુ'ડલીએ સારૂં' એમ ન કહેતાં કહે છે કે
અલ્પ પૈસા આપવાવાળા એવા હું ઉમદા પાષાક વગેરેના અધિકારી ન હેા” મંત્રીશ્વરના અત્યાગ્રહ છતાં નિઃસ્પૃહ ભીમા કુંડલીઆએ તે કશુ ન લીધું, તે ન જ લીધું. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે ભીમે શ્રાવક પેાતાના ઘેર ગયેા.
ઉગ્રભાવનું તાત્કાલિક ફળ
આ બાજુ ભીમા શ્રાવકના ઘરમાં તેની સ્ત્રી પ્રભાતે પ્રભાતીયાં અને સાંજે સાંજી (કડવા કઠોર શબ્દ) સંભળાવી કલેશ કરવાના સ્વભાવાળી એવી પ્રતિકૂલ હતી, તે પણ આજે ભીમા કુંડલીયાની ઉગ્ર ભાવનાથી કરેલા ધર્મના પ્રભાવ વડે એકાએક સાનુકૂલ મની, સ્વામી આવતા દેખી ઉઠી ઉભી થઈ, બહુમાનપુર્ણાંક મધુર વાણીથી આદર-સત્કાર કરી સુખ શાંતિના સમાચાર પૂછી, ગરમ પાણીવડે પગ પ્રક્ષાલી આસને બેસાડી, પડોશમાંથી ભેાજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટ ભેાજન બનાવી સ્નેહપૂર્વક પતિને જમાડયા.
(૭૭)