________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
શ્રીસંઘના દર્શનાર્થે તથા પૈસા આપી લાભ લેનારની ભીડ એટલી જામી છે કે વિશાળ એવા સંધપતિના તંબુમાં કયાંએ માર્ગ દેખાતો ન હતો.
તે વખતે એક ભીમ નામને વાણીયે, જે માત્ર છ દ્રમની મુડીનું ઘી લઈને ત્યાં આવ્યા હતે, તે ઘી બાહડના સૈન્યમાં વેચતાં તેને મૂલ છ દ્રમ ઉપરાંત તેને એક દ્રમ અને એક રૂપીયાને નફે થયે, પછી એક રૂપીયાના પુષ્પો લઈ પ્રભુની પુજા કરી અને તે ભીમે શ્રાવક તંબુના બારણા સુધી તે આબે, પણ જાડા અને જરા મલીન કપડાં હોવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતું નથી, જેથી ઉચે નીચે થઈ રહેલ છે.
જેની દ્રષ્ટિ ચારે બાજુ ફરે છે. એવા બાહડ મંત્રીની દ્રષ્ટિ બારણા તરફ ગઈ. જોતાં જાણ્યું કે આને અંદર આવવું છે. પરંતુ દ્વારપાળના રેકવાથી આવી શકતો નથી. દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરવા દો. જેથી તે ભીમા કુંડળીઆને અંદર દાખલ થવા દીધે. સભામાં આવે તે પોતાની સ્થિતિને અનુસાર તેમજ બીજા સ્થળે માર્ગ નહિ દેખવાથી એક બાજુ પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠે.
આ વખતે ઉદાર દિલના મંત્રીશ્વરે પિતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું પણ મનમાં સંકોચાતો જોઈ તેને હાથ પકડી મંત્રીશ્વરે જાતે જાડાં અને મલીન કપડાંવાળા ભીમા કુંડલીયાને પિતાની પાસે મખબલના તકીયાઓ ગઠવેલી રેશમી ગાદી ઉપર બેસાડે. સભામાં બેઠલે ભીમે કુંડલીયે ત્યાં આવેલા સ્વામીભાઈઓમાંના કોઈ પાંચ તે કઈ દશ તે કઈ પચ્ચીશ પચાસ હજાર ભરાવતા જોઈ અનુમોદના કરતે વિચારે છે કે ધન્ય છે, આ મહાનુભાવો કે મહાન તીર્થના ઉદ્ધારમાં ધનને વ્યય કરી, અસાર એવી લક્ષ્મીવડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે.
સાચી ભાવનાવાળા એલી કેરી અનુમોદના કરી બેસી રહેતા નથી. પણ શક્તિ અનુસારે અમલમાં મુકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમ, શ્રાવક્ષણ આપવાની ભાવનાથી ખીસ્સામાં હાથ નાખે છે, અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખો અને હજારોની રકમ આગળ મારા આ પૈસા શા હિસાબમાં? આ ભાવનાથી તરબતર બનેલા તે ભીમા શ્રાવકને મંત્રીશ્વર પૂછે છે કે “કેમ મહાનુભાવ? તમારે કાંઈ આપવા ભાવના છે?
મંત્રીશ્વરના આ પ્રશ્નથી ઉડે નિઃશ્વાસ નાખી વિચાર સાગરમાં ડુબકી મારતાં તે ભીમા શ્રાવકને ફરીથી મંત્રીરાજ કહેવા લાગ્યા, (આમાં વિચારમાં પડવા જેવું કશું નથી, જેની જેટલી શકિત અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે., વાત્સલ્ય ભાવનાના આ વચનથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખિસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢીને કહે છે કે “આજે
(૭૬)