________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પાંચમા આરામાં થયેલાં ચાર ઉદ્ધાર
ઉદ્ધાર તેર જાવડશાને
(વિ. સં. ૧૦૦ મતાંતરે વિક્રમ સં. ૧૦૮) કાંપિલ્યપુર નગરમાં ભાવડશા નામના શેઠ રહેતા હતા. તેમને ભાવલા નામે પત્ની હતી. કર્મવેગે બધું ધન ચાલ્યું ગયું. છતાં ધર્મશ્રદ્ધામાં જરા પણ ઓછાસ તેમણે આવવા ન દીધી અને ધર્મ આરાધનાની ભાવના વધતી રાખી.
એક વખતે બે મુનિવરો આહાર પાણી અર્થે આવ્યા હતા. ત્યારે ભાવલાએ મુનિવરને પુછ્યું કે, ભગવન્! અમારે ફરીથી ધનની પ્રાપ્તિ થશે, કે નહિ ? થશે તે શી રીતે અને કયારથી થવા માંડશે?
મુનિવરે પિતાના જ્ઞાનથી ભવિષ્યમાં લાભ જાણીને કહ્યું કે “આજે એક ઉત્તમ લક્ષણવંતી ઘેડી વેચાવા આવશે. તે ઘડીને તમે ખરીદી લેજે, તેના વેગે પુનઃ ધનપ્રાપ્તિ થશે.”
ભાવલાએ પિતાના પતિને એ વાત કરી. ભાવડે ઘડી ખરીદી લીધી.
ઘરમાં એકાદ પુણ્યવાન માણસ કે પશુ આવે તે તેના પુણ્યથી આખા કુટુંબનું ભાગ્ય પલટાઈ જાય છે, જ્યારે કઈ દુર્ભાગી બાળકને જન્મ કે પશુ આદિને જન્મ થાય તે તેના યોગે આખા કુટુંબમાં વિપત્તિને કઈ પાર રહેતું નથી.
લક્ષણવંતી ઘેડીને વેગે ભાવડશાની સ્થિતિ સુધરવા લાગી. ઘડીએ એક લક્ષણવંતા કિશોરને જન્મ આપ્યું. આ કિશેર સર્વે લક્ષણથી યુક્ત હતું, તેથી તેની ખ્યાતિ ચારે બાજુ રેલાઈ ગઈ તપન રાજાના જાણવામાં આવતાં તે અશ્વ કિશોરના ત્રણ લાખ રૂપિયા ભાવડને આપી કિશેર ખરીદી લીધે.
ત્રણ લાખ રૂપિયા મળવાથી ભાવડશાએ સારી સારી અનેક ઘડીઓ ખરીદી. તે ઘડીએથી અનેક ઉત્તમ પ્રકારના એક સરખા રંગ અને ઉંમરના કેટલાક ઘડાએ લઈ જઈને વિક્રમ રાજાને ભેટ આપ્યા.
ઉત્તમ પકારના એક સરખા દેખાવડા અશ્વ રને જોઈને વિક્રમ રાજા ખૂબ ખુશ ખુશ થઈ ગયા. અને ભાવડને મધુમતિ (મહુવા) સહિત બાર ગામને માલિક બનાવ્યું. જ્યારે
(૬૮)