________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
ત્યારબાદ બીજા તીર્થોની યાત્રા, ઉદ્ધાર વગેરે કરતા હસ્તિનાપુરમાં આવ્યા. શ્રી શાંતિનાથ ભગવાનનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. દશ હજાર વર્ષ દક્ષા પર્યાય પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સસ્પેશિખર ઉપર મેક્ષે ગયા.
ઉદ્ધાર અગીયારમો શ્રીરામચંદ્રજીને અધ્યા નગરીમાં દશરથરાજાના પુત્ર શ્રી રામચંદ્રજીનું ચરિત્ર પ્રસિદ્ધ છે. એટલે અહીં તે લખતા નથી.
શ્રીરામચંદ્રજી વનવાસ વસી રાવણને હરાવી અધ્યામાં પુનઃ પધાર્યા, ત્યારે ભારતે મેટા મહોત્સવ પૂર્વક રામચંદ્રજી, લક્ષમણજી, સીતાજી આદિને પ્રવેશ કરાવ્યું અને રાજ્ય શ્રીરામચંદ્રજીને સેપી પિતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા.
એકવાર શ્રીદેવભૂષણ મુનિ પાસે પિતાને પૂર્વભવ સાંભળી ભારતે દીક્ષા લીધી, પછી ગુરુમુખે શ્રી શત્રુંજય ગિરિવરને મહિમા સાંભળી એક હજાર મુનિને સાથે શ્રીસિદ્ધાચલ તીર્થે આવી શ્રીષભદેવ ભગવંતની યાત્રા કરી ત્યાં અનશન કર્યું અને સર્વ કર્મ અપાવી કેવળજ્ઞાન મેળવી હજાર મુનિવર સાથે મોક્ષે ગયા.
શ્રીરામચંદ્રજી અને શ્રીલક્ષમણજી શ્રીસિદ્ધાચલજી ઉપર આવી યાત્રા કરી મંદિરે જીર્ણ થઈ ગયેલાં જોતાં સર્વ મંદિરને નવાં બનાવરાવી, શ્રી સિદ્ધાચલજી તીર્થને ઉદ્ધાર કરી મહાતીર્થના મહિમાને સિદ્ધ કર્યો.
ઉદ્ધાર બારમે પાંડવોનો પાંડુરાજાની પત્ની કુંતીએ અનુક્રમે યુધિષ્ઠિર, ભીમસેન, અને અને આ ત્રણ પુત્રોને જન્મ આપ્યું હતું. અને માદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યું હતું. આ પાંચે પાંડવ તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે શ્રીસિદ્ધાચલજીને બારમે ઉદ્ધાર કરાવ્યું.
અંતે શ્રીધર્મ છેષ મુનિના ઉપદેશથી પાંચે પાંડે, કુંતી અને દ્રૌપદીએ દીક્ષા લીધી અને પાંચ પાંડેએ એ અભિગ્રહ કર્યો કે, “શ્રીનેમિનાથ ભગવાનને વંદન કર્યા બાદ પારણું કરીશુ. વિહાર કરતા કરતા પાંડે જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા, ત્યારે શ્રીનેમિનાથ ભગવંતનું નિર્વાણ સાંભળ્યું એટલે શ્રીસિદ્ધગિરિજી ઉપર આવી અનશન કર્યું. અને અંતકૃત કેવળી (કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તુરત નિર્વાણ પામ્યા) થઈ મોક્ષે ગયા.
(૬૭)