________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
ભાગ્ય જેર કરે છે ત્યારે અણચિંતવ્યું આવી મળે છે. અને ભાગ્ય પરવારે છે ત્યારે ચારે બાજુએથી આપત્તિઓને વરસાદ વરસે છે.
ભાવડશા બાર ગામના અધિપતિ બન્યા. ભાવલાએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. આથી ભાવડશા એક પુત્રરત્નના પિતા બન્યા. તેનું નામ જાવડશા રાખવામાં આવ્યું.
ભાવડશાનું આયુષ્ય પૂર્ણ થતાં બધી સંપત્તિના માલિક જાવડશા બન્યા.
આ વખતે વિષમકાળના પ્રભાવે શ્રી શત્રુંજય મહાતીર્થને અધિષ્ઠાયક કપર્દિપક્ષ મિથ્યાત્વી થઈ ગયું હતું. તેથી ઘણી હિંસા કરવા લાગ્યો, અને આખા ગિરિરાજ ઉપર માંસના લેચા, રૂધિરના ખાબોચિયાં, હાંડકાના ઢગલા, જ્યાં ત્યાં એકઠા થવા લાગ્યા. તેથી તીર્થની ખૂબ આશાતના થવા લાગી. ગિરિરાજની ફરતા પચાસ જનની અંદર જે કઈ આવે તે મૃત્યુના મુખમાં હોમાઈ જતા, આથી યાત્રાળુઓ આવતા બંધ થઈ ગયા હતા.
આવી પરિસ્થિતિમાં કઈ પ્રભાવક આચાર્ય આ યક્ષને દૂર કરે અને નવા યક્ષનું સ્થાપન કરે તે જ યાત્રા સંભવિત બને. એક બાજુ કાદિ યક્ષને ઉપદ્રવ સતાવતા હતા. ત્યાં બીજી બાજુ ઑછ–મેગલે સૌરાષ્ટ્ર ઉપર ચઢી આવ્યા. ધન, માલ, મિલ્કત લુંટી લેતા, માણસને નાશ કરતા અને માણસને ઉઠાવી જતા. મોગલ સૈન્ય મહુવા નગરમાં પ્રવેશ્ય. બીજા ઘણાં કુટુંબને કેદ કરી ઉઠાવ્યાં તેમાં જાવડશાનું કુટુંબ પણ સપડાઈ ગયું. બધાને મેગલે પિતાના દેશમાં લઈ ગયા.
અનાર્ય દેશમાં રહેવા છતાં જાવડશા ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. વળી જાવડશા બુદ્ધિશાળી અને હોશિયાર હોવાથી વિવિધ પ્રકારની વાતો વગેરેથી સ્વેચ્છને પણ ખુશ કરી દીધા. આથી બાદશાહે જાવડશાને સ્વતંત્ર રીતે રહેવાની અને વેપાર કરવાની રજા આપી.
હવે જાવડશા સ્વત્રંત રીતે વેપાર કરવા લાગ્યા, તેમાં ઘણા ધનની પ્રાપ્તિ થઈ બાદશાહની રજા મેળવી તેણે એ નગરમાં એક શ્રીજિનેશ્વર ભગવંતનું દહેરાસર બંધાવ્યું. બહારના જે કંઈ સાધર્મિક આવે તેને સર્વે પ્રકારની સહાય આપતા હતા. આથી ત્યાં ઘણા જૈને એકઠા થયા. સૌ સારી રીતે ધર્મ આરાધના કરવા લાગ્યા.
એક વખતે એક મુનિવર વિહાર કરતા ત્યાં પધાર્યા. જાવડશાએ સારું સ્વાગત કર્યું. જાવડશા હંમેશાં વ્યાખ્યાન શ્રવણ કરવા જાય છે. એક દિવસે વ્યાખ્યાનમાં શ્રીસિદ્ધાચલજીના મહિમાને પ્રસંગ ચાલતું હતું, તેમાં વર્તમાનમાં થઈ રહેલી આશાતના વિગેરેની વાત કરી
(૬૯)