________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુ –ભગ ૨
સપ્તમ
સત્યવ્રત. निच्चंकालप्पमत्तेणं मुसावायविवजणम् ।
भासियवं हियं सचं निच्चाउतेग दुक्करं ॥ २॥ યાવાજજીવિત અપ્રમત્ત રહી સાવધાનપણે જૂ હું ભાષણ બિલકુલ ન બેસવું. હમેશાં ઉપગપૂર્વક હિતકારી સત્ય વચન બેલવું એટલે મૃષાવાદવિરમણવ્રત પાળવું, મહા કઠિન કામ છે. ૨.
ચેરીને ત્યાગ. दन्तसोहणमाइस्स अदत्तस्स विवजणं ।
अणवज्जेसणिजस्स गिण्हणा अवि दुकरं ॥३॥ દંતશોધન માટે તૃણ માત્ર પણ દીધાવિના ગ્રહણ ન કરવું. નિર્દોષ અને એષણિક અન્ન જળ લેવું તે અત્યંત કઠિન કામ છે. .
- બ્રહ્મચર્યવ્રત विरई अमंभचेरस्स कामभोगरसन्नुणा ।
उग्गंमहत्वयं वम्भं धारेयव्वं सुदुकरं ॥ ४ ॥ કામભેગના મીઠા સ્વાદને જાણનારા મનુષ્યએ વિષયપરિત્યાગ કરે તે અત્યંત કઠિન છે. કઠિનમાં કઠિત બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું તે મહા મુશ્કેલ છે. ૪.
પરિગ્રહત્યાગવ્રત. धणधन्नपेसवग्गेसु परिग्गहविवज्जणा ।
सव्वाहंभपरिचाओ निम्ममतं सुदुक्करं ॥५॥ ધન, ધાન્ય, દાસદાસીના સમૂહ ઈત્યાદિ તમામ પરિગ્રહમાત્રને ત્યાગ કરે અને આરંભ તજી દે. મમત્વરહિત નિગ્રંથભાવે વિચરવું તે અત્યંત કઠિન કામ છે. પ.
રાત્રિભેજના ત્યાગવતની દુષ્કરતા. चउविहे वि आहारे राइभोयणवजणा। समिही संचभो चेव बजेयन्यो मुदुकरं ॥ ६ ॥