________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
સમ્યકત્વ પ્રધાન જૈનમતના પ્રભાવ.
विधाय यो जैनमतस्य रोचनं मुहूर्तमप्येकमयो विमुञ्चति । अनन्तकालं भवदुःखसङ्गतिं, न सोऽपि जीवो लभते कथञ्चन ॥ १६
૨૦
સક્રમ
જે જીવ સમ્યકત્વ પ્રધાન જૈનમતને એક મુહૂત્ત (બે ઘડી) વાર આચરી પછી તેને છેાડી દેછે, તે જીવ પણ અનંતકાળ આ સંસારના દુઃખને કદી પણુ પ્રાપ્ત થતા નથી. ૧૬.
આત્મહિત કરવામાં ઊદ્યત થયેલા મનુષ્યનું આચરણ, लगन्ति दोषाः कथिताः कथञ्चन, प्रतप्तलोहे पतितं यथा पयः ।
न येषु तेषां व्रतिनां स्वदूषणं, निवेदयत्यात्महितोद्यतो जनः ॥ १७ ॥ તપેલા લેાઢા ઉપર પડેલા જલની માફ્ક જેમને શાસ્ત્રોક્ત દોષો લાગતા નથી, તેવા વ્રતધારી પુરૂષની આગળ જે પોતાના દોષ જણાવેછે, તે મનુષ્ય આત્મહિત કરવામાં ઉદ્યમવાળા છે. ૧૭.
સમ્યકત્વ ધારણના ફળની અપ્રતિમતા.
दम दया ध्यानमहिंसनं तपो, जितेन्द्रियलं विनयो नयस्तथा । ददाति नैतत्फलमङ्गधारिणां यदत्र सम्यक्त्वमनिन्दितं धृतम् ॥ १८ ॥
જીવાને ધારણ કરેલું અનિતિ સમ્યકત્વ જે ફળ આપેછે. તે ફળ ક્રમ, દયા, ધ્યાન, અહિંસા, તપ, જિતે ંદ્રિયપણું, વિનય અને નય પણુ આપતા નથી. ૧૮, સમ્યક્ત્વધારી પુરૂષ આપાતરમણીય સુખાની દરકાર કરતા નથી. वरं निवासो नरकेऽपि देहिनां विशुद्धसम्यक्त्वविभूषितात्मनाम् । दुरन्तमिथ्यात्वविषोपभोगिनां न देवलोके वसतिर्विराजते ।। १९ ।।
જેમને આત્મા વિશુદ્ધ સમ્યકત્વથી વિભૂષિત છે, એવા પ્રાણીઓને કદી નરકમાં વસવું પડે તે પણ તે સારૂં છે અને નઠારા પરિણામવાળા મિથ્યાત્વરૂપી વિષને ઉપભોગ કરનારા પ્રાણીએ કદી દેવલેાકમાં વસે તાપણુ સારૂં નથી. ૧૯
ધારણ કરેલું શુદ્ધ સમ્યક્ત્વ માણસને શા શા લાભ કરેછે. तनोति धर्म विधुनोति पातकं, ददाति सौख्यं विधुनोति बाधकम् | चिनोति मुक्ति विनिहन्ति संसृति, जनस्य सम्यक्त्वमनिन्दितं धृतम् ||२०||
सुभाषितरत्नसन्दोह.