SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. નવમ ગપ્પાના ગેબીગેળા ગગડાવનારા છે તમને એક દિવસ રીંગણાના શાકની તારીફ મેં કહી હતી ત્યારે તમે તારીફ કહી હતી અને આજે તેના અવગુણ પણ પ્રકાશમાં લાવવા આગળ પડ્યા માટે તમે જૂઠાના સરદાર છે. તે સાંભળી બીરબલ હાથ જોડી બે કે ધર્માવતારી ! આપજ ન્યાય કરે કે હું આપને નોકર છું કે રીંગણનો? આટલું વાક્ય સાંભળતાં શાહ હસી પડયે અને બીરબલની તારીફ કરવા લાગ્યા. કેવળ સ્વાર્થમાં તત્પર રહેવાથી મહાહાનિ. એક ગામમાં બે બ્રાહ્મણે રહેતા હતા. બંને સગા ભાઈ હતા. મેટાને એક દીકરો તથા એક દીકરી હતી. દીકરાને જઈ અને દીકરીને કન્યાદાન દેવાને વખત નજીક આવતે જોઈ વિચાર કર્યો કે આ ગામમાં ઘણું વખતથી ભિક્ષાવૃત્તિ કરીએ છીએ પણ કાંઈ વળ્યું નહિ, જેથી હવે વરસ બે વરસ પરદેશમાં જઈ કાંઈક ઉદ્યમ કરી બે પૈસા લાવીએ તે આ કાર્ય બની શકે. આ વિચાર કરી પરદેશ જવા તૈયાર થયે. નાનાભાઈને ખબર પડતાં તે પણ ધનપ્રાપ્તિઅર્થે સાથે ચાલે. દેશાવરમાં બે વરસ સુધી ભિક્ષા વૃત્તિ અને પિતાનાથી બને તે ઉદ્યમ કરી પૈસે પેદા કર્યો એટલે પિતાના વતન તરફ આવવા પ્રયાણ કર્યું. પોતાનું ગામ લગભગ આઠદશ ગાઉ દૂર રહ્યું તેવા સમયે બન્નેને તરસ લાગવાથી જલસ્થાન શોધતા એક કુવાઉપર આવી ચડ્યા. બંને જણે પાણે પી શાંત થયા પરંતુ આ વખતે સ્વાર્થોધ મોટા ભાઈને કુમતિ સુજી, સારાસારનું ભાન ન રહ્યું અને મનમાં અવનવા તરગો કરવા લાગ્યો કે જે નાનાભાઈને હરેક ઉપાયે નાશ કરું તો આ મેળવેલી પુંજીને હું એકલે ભોક્તા થાઉં અને તેમ બને તે મારે નિવહમાં પણ ખામી ન આવે. આવા ખોટા વિચારેના તરંગમાં કૂવાકાંઠે બેઠાં બેઠાં નાનાભાઈને આડીઅવળી વાતે ચડાવી સમય આવ્યે લાગ સાંધી તેને ધક્કો મારી કુવામાં નાખી દીધે. આથી નાનાભાઈ ભયભીત થઈ અંદર પડશે. કુદરતને કુવામાં કે વૃક્ષનું મૂળ તેના હાથમાં આવ્યું તે કાલી લીધું અને પછી થરથરતે સાદે પિતાના બંધુપ્રત્યે બોલ્યો કે મોટાભાઈ તમે આ શું કર્યું? આપને પૈસાને લેભ હોય તે મારી મુડી પણ તમેજ વાપરે અને કૃપા કરી મને બહાર કાઢે. હું આ વાત કેહને જણાવીશ નહિ, વિગેરે ઘણી રીતે કહ્યું પણ આ સ્વાથીને કાંઇ ન સુઝયું અને પિતાનો ભાઈ હજી કુવામાં જીવતો છે એમ ધારી ઉપરથી પથ્થર માટી વિગેરે ફેંકી તેને પ્રાણ ત્યાગ કરાવ્યા, અહા! કેટલી નીચતા! * ડહાપણ–ફેબ્રુઆરી ૧૯૧૬.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy