SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ MAANAAALALAR પછિદ, સ્વાર્થ-અધિકાર. ધનાઢયની સ્ત્રીઓ ચાવજીવિત ધણને યાદ કરી રયા કરતી નથી. - શાર્દવિત્રીવિત (૨૩ થી ૨૦). शोचन्ते न मृतं कदापि वनिता यद्यस्ति गेहे धनं, तचेन्नास्ति रुदन्ति जीवनधिया स्मृखा पुनः प्रत्यहम् । कृखा तद्दहनक्रियां निजनिजव्यापारचिन्ताकुलास्तन्नामापि न विस्मरन्ति कतिभिः संवत्सरैयोषितः ॥ १३ ॥ - સંજ્ઞાનવત્તવમ. જે ઘરમાં ધન હોય તે કોઈ પણ દિવસ સ્ત્રીઓ મરેલા ધણીનો શેક કરતી નથી અને જે તે (ધન) ન હોય તે કેમ નિર્વાહ ચલાવશું આવું ધ્યાન કરીને પુનઃ પુનઃ યાદ કરી રૂદન કરે છે. (અને જેને સ્વાર્થ નથી એવા અન્યજનો ) તે મૃત પ્રાણના દહની ક્રિયા કરીને પોતપોતાના વ્યાપાર (કામકાજ) માં આકુળ થઈ જાય છે. એટલે તેને ભૂલી જાય છે. પરંતુ તેની ( નિધનની) સ્ત્રીઓ તે ગમે તેટલાં વર્ષો થઈ જાય તે પણ તેના નામને પણું ભૂલતી નથી કારણકે હમેશાંને સ્વાર્થ તેને હરદમ યાદી આપ્યા કરે છે. ૧૩. દરિદ્રતા એ એક છડું મહાપાતક છે. सङ्गं नैव हि कश्चिदस्य कुरुते सम्भाष्यते नादरात्, सम्प्राप्तो गृहमुत्सवेषु धनिनां सावज्ञमालोक्यते । दादेव महाजनस्य विहरत्यल्पच्छदो लज्जया, मन्ये निर्धनता प्रकाममपरं षष्ठं महापातकम् ॥ १४ ॥ દુર્બળ માણસને કોઈ સંગ કરતું નથી, માનપૂર્વક તેની સાથે કઈ વાતચીત કરતું નથી, ધનવાન પુરૂષને ત્યાં વિવાહદિક ઉત્સવ હોય ત્યાં જાય તે અવજ્ઞાપૂર્વક તે ગરીબ તરફ જોવાય છે, કપડાં વિગેરેની પૂરી સગવડ, ન હોવાથી શરમને લીધે મોટા માણસોથી દૂર રહે છે તે ઉપરથી હું માનું છું કે નિર્ધનતા (ગરીબાઈ) એ એક પાંચ મહાપાતકની સાથે છઠ્ઠ મહાપાતક છે. ૧૪. દરેક જીવ સ્વાર્થી છે. वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा, .... निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः ।।
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy